સુરત (Surat) : સિંગણપોરમાં 15 વર્ષિય સગીરા (Girl) અને તેની માતાને મોબાઇલમાં (Mobile) ગાળો આપી તેમજ એસિડ એટેકની (Acid Attack) ધમકી (Threaten) આપનાર યુવકને સિંગણપોર પોલીસે (Police) પકડી (Arrest) પાડ્યો હતો.
- સિંગણપોરની ઘટના: માતાની ઉંમરના પુરુષે સગીરાની છેડતી કરી
- સગીરાને વારંવાર ફોન કરી હેરાન કરતો
- માતાએ ઠપકો આપતા એસિડ એટેકની ધમકી આપી
- સગીરાના ભાઈને પણ ગાળો આપી ધમકાવ્યો
પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોરમાં રહેતી 39 વર્ષિય મહિલા અને તેની 15 વર્ષિય સગીર પુત્રીની પાડોશમાં જ રહેતી કેતન રોહિદાસ કુવાર નામના યુવકે છેડતી કરી હતી. કેતન 39 વર્ષનો હતો. છતાં પણ તે 15 વર્ષિય સગીરા ઉપર દાનત બગાડતો હતો અને વારંવાર હેરાન કરતો હતો. સગીરાએ આ બાબતે તેની માતાને જાણ કરતા માતાએ કેતનને અટકાવીને ઠપકો આપ્યો હતો અને બીજીવાર છેડતી નહીં કરવા જણાવ્યું હતું. આ દરમિયાન કેતને સગીરાના ભાઇને ફોન કરીને તેની મા અને બહેનને ગાળો આપીને એસિડ છાંટી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત કેતને સગીરાના ભાઇને વ્હોટ્સએપ કોલમાં કહ્યું કે, પોલીસમાં રિપોર્ટ કર કોઇ મારુ કંઇ બગાડી લેવાની નથી અને એવી જગ્યા ઉપર ઊભો છું ત્યાં પોલીસ શોધી શકશે નહી, કહીને ગાળો આપી હતી. સગીરાની ઇચ્છા નહીં હોવા છતાં પણ તેની ફોન ઉપર હેરાન કરીને છેડતી કરાઇ હતી. આ બાબતે સિંગણપોર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કેતન કુવારની ધરપકડ કરી હતી.
ઉધનામાં દંપતિ વચ્ચે ઝઘડો થતા પતિનો આપઘાત
સુરત : ઉધના કૈલાશનગરમાં રહેતા વાળંદે ગત મોડી સાંજે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ઘરકંકાશને કારણે વાળંદે આ પગલું ભર્યું છે. નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કૈલાશનગર હનુમાન મંદિરની બાજુમાં રહેતા પ્રમોદ નિમ્બાભાઈ ભદાણે (ઉ.વ.32) પાર્લે પોઈન્ટ ખાતે વાળંદની દુકાનમાં કામ કરતા હતા. દરમિયાન ગઈકાલે મોડી સાંજે તેમણે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધો હતો. મૃતક પ્રમોદને ત્રણ વર્ષનો પુત્ર છે. પત્ની સાડીમાં સ્ટોન ચોંટાડવાનું કામ કરે છે. ગઇકાલે પત્નીની તબિયત સારી ન હતી અને રસોઈ બનાવતી હોવાથી પુત્રને રાખવા બાબતે તેમજ દવા લેવા મુદ્દે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી બાદ પ્રમોદ ભદાણેએ આત્યંતિક પગલું ભરી લીધું હતું.