SURAT

સુરતનાં લિંબાયતમાં ગર્લફ્રેન્ડની મજાક કરવાની ના પાડતા યુવકના પેટમાં છરાનો ઘા ઝીંક્યો

સુરત: (Surat) ગોડાદરા ખાતે રહેતા યુવકની તેની સોસાયટીની બાજુમાં રહેતા બે જણાએ ગર્લફ્રેન્ડ (Girl Friend) બાબતે મજાક ઉડાવી હતી. યુવકે મજાક કરવાની ના પાડી ગાળો આપતા બંનેએ હુમલો (Attack) કર્યો હતો અને એક યુવકે તેની પાસેના રેમ્બો છરા વડે યુવકના પેટમાં ઘા ઝીંકી દેવાયો હતો. બનાવ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાના (Murder) પ્રયાસની ફરિયાદ નોંધાઈ છે.

  • લિંબાયતમાં ગર્લફ્રેન્ડની મજાક બાબતે યુવકની હત્યાનો પ્રયાસ, પેટમાં છરાનો ઘા ઝીંક્યો
  • બે પરિચિતોએ ગર્લફ્રેન્ડના નામે ખરાબ શબ્દો સાથે મજાક ઉડાવી તો યુવકે ગાળ આપતાં મામલો બિચક્યો હતો
  • લિંબાયત વિસ્તારમાં લેભાગુ માથાભારે ટપોરીઓ હજુ પણ બેલગામ

ગોડાદરા ખાતે ગણેશનગરમાં રહેતા 21 વર્ષીય અમર જોગીન્દરભાઇ ચૌધરીએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં અજય પરિહાર (રહે. જયજલારામનગર, ગણેશનગર-૦૨ બાજુમાં, લીંબાયત) અને હેમંત ઉર્ફે લલન માલી (રહે.આસપાસનગર-૦૨, લીંબાયત) ની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. અમરનો નાનો ભાઈ ત્રિલોકનાથ ઉર્ફે ત્રિલોકી (ઉ.વ.૧૯), ગત 19મી જુને રાત્રે લિંબાયત ગોડાદરા રોડ, ગણેશનગર-૦૨ની બાજુમાં, જય જલારામનગર, પ્લોટ નં.૧૦૬ની પાસેથી જતો હતો, તે વખતે આરોપી અજય પરિહાર તથા હેમંત ઉર્ફે લલન માલીએ તેને જોયો હતો.

બન્નેએ મળીને ત્રિલોકનાથ ઉર્ફે ત્રિલોકી તથા તેની ગર્લફેન્ડ વિશે ખરાબ ખરાબ શબ્દો કહીને મજાક ઉડાવી ત્રિલોકીને ચીડવ્યો હતો. જેથી ત્રિલોકનાથે મજાક કરવાની ના પાડીને તેમને ગાળો આપી હતી. અજય પરિહાર તથા હેમંત ઉર્ફે લલને મળીને ત્રિલોકનાથ ઉર્ફે ત્રિલોકીને ગાળો આપી હતી અને અજયે તેની પાસેના રેમ્બો છરા વડે ત્રિલોકનાથને મારી નાંખવાના ઇરાદે પેટના ભાગે ઘા મારી દીધો હતો અને બાઈક પર ભાગી ગયા હતા. બનાવ અંગે લિંબાયત પોલીસે બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લિંબાયતમાં ટપોરીઓએ ખુલ્લેઆમ મહિલાની છેડતી કરી, દુપટ્ટો ખેંચી અડપલા કર્યા
સુરત: ડિંડોલી ખાતે રહેતી મહિલા પતિ સાથે લિંબાયતમાં શાકભાજી લઈને આવતી હતી. ત્યારે બે ટપોરીઓએ મહિલાની છેડતી કરી હતી. મહિલાના પતિને માર મારી ચપ્પુ કાઢીને ધમકી આપી હતી. મહિલાના પતિએ બૂમાબૂમ કરતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ડિંડોલી ખાતે કરાડવા રોડ પર રહેતી 25 વર્ષીય મીતાબેન (નામ બદલ્યું છે) ના સાસુ સસરા લિંબાયત ખાતે રહે છે. ગત 18 જુને સાંજે પતિ સાથે લિંબાયત મદનપુરા શાકમાર્કેટમાં આવી હતી. શાકભાજી લઈને ઘરે જતી વખતે લિંબાયત સંગમબેંડ સર્કલ પાસે પહોંચી ત્યારે બે જણા તેમની પાસેથી ચાલતા પસાર થયા હતા. આ બંનેએ મીતાબેનને જોઈને આંખોથી તથા હાથથી ગંદા ઇશારા કર્યા હતા. મીતાએ બંનેને નજર અંદાજ કર્યા તો તેમને બુમ પાડીને ઇધર દેખો ઓર ઇધર આઓ તેવી કમેન્ટ કરી હતી. મીતાબેને તેમની તરફ જોયું તો બંનેએ તેમને ફ્લાઈંગ કીસ આપી હતી.

જેથી મીતાબેને તેના પતિને કહેતા તેમને બાઈક ઉભી રાખી હતી. બાઈક ઉભી રાખતા આ બંને નજીક આવ્યો તો એક સમાધાન ગાવઠી અને બીજો ગુલામ મુસ્તુફા હતો. આ બંનેને ઘણી વખત શાકમાર્કેટ પાસે જોયા હોવાથી તેમના નામથી ઓળખતી હતી. આ બંનેને મીતાબેન અને તેમના પતિએ આ રીતે આવતી જતી સ્ત્રીઓની મશ્કરી કેમ કરો છો તેમ કહ્યું હતું. આ કહેવા જતા બંનેએ મીતાબેનનો દુપટ્ટો ખેચી લીધો હતો. અને ગુલામ મુસ્તુફાએ છાતી પર હાથ ફેરવી છેડતી કરી હતી. અને સમાધાને હાથ પકડી લીધો હતો. મીતાના પતિને માર મારી સમાધાને ચપ્પુ કાઢીને તુમ લોગ હમકો પહેચાનતે નહી તેમ કહ્યું હતું. મીતાએ પોતે પોલીસ બોલાવુ છુ થોડીવાર ઉભા રહો તેમ કહ્યું અને તેના પતિએ બૂમાબૂમ કરતા રાહદારી ભેગા થતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top