સુરત: (Surat) શહેરના ભટાર વિસ્તારમાં રહેતા યુવકની સામે લીંબાયતમાં રહેતી અને ડીઆરબી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ (Girl) સગાઈ તૂટી ગયા બાદ દુષ્કર્મની (Rape) ફરિયાદ નોંધાવી હતી. ડીઆરબી કોલેજની (DRB College) વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયા પર આઠ માસ પહેલા થયેલી મિત્રતા બાદ સગાઈ (Engagement) કરાઈ હતી. કૃણાલના પિતા નિવૃત્ત એસએસઆઈ હતા. ગયા વર્ષે કોરોનામાં તેમનું મોત નીપજ્યું હતું.
- ડીઆરબી કોલેજની વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયા પર આઠ માસ પહેલા થયેલી મિત્રતા બાદ સગાઈ કરાઈ હતી
- સગાઈ કર્યા બાદ ભટારના કૃણાલે યુવતીને હોટલમાં લઈ જઈ શારિરીક સંબંધ બાંધ્યા અને બાદમાં લગ્નનો ઈન્કાર કરી દીધો
- છેતરપિંડી કરવામાં આવતાં યુવતીએ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી
લીંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, લિંબાયત વિસ્તારમાં રહેતી 21 વર્ષીય આરતી (નામ બદલ્યું છે) ડીઆરબી કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરે છે. આઠ મહિલા પહેલા ઇન્સ્ટાગ્રામ પર કૃણાલ રવિકાંત બારી (રહે. 207, સુયોગ નગર, ભટાર) સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે સંપર્ક વધતા પ્રેમ સંબંધ બંધાયો હતો. કૃણાલે પ્રેમપ્રસ્તાવ મુકતા આરતીએ ઇન્કાર કરી દઇ પોતાના માતા-પિતાને મળવાનું કહ્યું હતું. જેથી આરતીના નવા ઘરમાં પ્રવેશ સમયે કૃણાલ ત્યાં પહોંચી ગયો હતો. જયાં કૃણાલે ભાટીયા મોબાઇલની ફ્રેન્ચાઇઝી, 8 થી 9 કરોડનો બંગલો અને ડુમ્મસના લક્ષ્મી ફાર્મમાં ઝીંગા તળાવ હોવાનું કહ્યું હતું. જેથી આરતીના લગ્ન કૃણાલ સાથે થાય તેવું તેના માતા-પિતા ઇચ્છતા હોવાથી બંને એકબીજાને મળતા હતા.
કૃણાલ આરતીને પોતાના ઘરે અને વેસુ વિસ્તારની અનંત હોટલમાં તથા રોયલ સેલિબ્રેશન હોટલમાં બે દિવસ રોકાયા હતા. જ્યાં આરતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે બાદમાં કૃણાલના પરિવારે આરતી સાથેના સંબંધ માટે ઇન્કાર કરી આરતીને તેના ઘરે મુકી આવવા માટે કહ્યું હતું. કૃણાલ પરિવારના ઇનકાર પછી પણ આરતીને ફરવા લઈ જતો અને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધતો હતો. આરતીએ અંતે તેના માતા-પિતાને જાણ કરતા કૃણાલને સમજાવવા જતા કૃણાલે તેમની સાથે ગાળાગાળી કરી લગ્ન કરવા ઇનકાર કરી આરતીને આપેલી ગિફ્ટ અને પૈસા પાછા માંગતા આરતીએ કૃણાલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વધુમાં કૃણાલના પિતા નિવૃત્ત એસએસઆઈ હતા. ગયા વર્ષે કોરોનામાં તેમનું મોત નીપજ્યું હતું.