સુરત : સિટીલાઇટમાં (Surat Citylight) રહેતી યુવતી (Girl) 13 હજારનું ગલુડીયું (puppies) વેચવા માટેની જાહેરાત કરીને રૂા. 8.62 લાખ પડાવી લેનાર પશ્ચિમ આફ્રિકાના યુવક બેંગ્લોરથી પકડાયો હતો. સાયબર ક્રાઇમે (Cyber cirme) આ યુવકને પકડીને સુરત લઇ આવ્યા હતા. આ આફ્રિકન યુવકે બીડ્સ સર્ટિફિકેટ, કોરોન્ટાઇન સર્ટિ, ટ્રાન્સફર ફી અને ઇન્સ્યોરન્સના નામે રૂપિયા પડાવ્યા હતા.
સુરત સાયબર ક્રાઇમે ન્યોનગાબસન નામના આરોપીને બેંગ્લોરથી પકડી પાડ્યો, અન્ય લોકો સાથે પણ ઠગાઇ થઇ હોવાની શક્યતા
પ્રાપ્ત વિગતો મુજબ સિટીલાઇટ ચંદનપાર્કની સામે બી.જે. પાર્ક સોસાયટીમાં રહેતા પાયલ આનંદ વિશ્વકર્મા (ઉ.વ.26) અડાજણની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. ગલુડીયાની શોખીન પાયલે ઓનલાઇન ગલુડીયુ ખરીદવા માટે ગુગલ ઉપર સર્ચ કર્યું હતું. આ દરમિયાન એક ગલુડીયું તેમને પસંદ આવ્યું હતુ અને પાયલબેને તપાસ કરતા તેની કિંમત ઓનલાઇનમાં રૂા. 13 હજાર બતાવતા હતા. આ ગલુડીયું ખરીદવા માટે તેમની વાત પેટ્સ ટ્રાન્સર્પોટેશન એજન્સીના ડો. આર.કે. વર્મા તરીકે ઓળખ આપી હતી.
પાયલે રૂા. 13 હજાર ફોન-પે થી ચૂકવી દીધા બાદ વધારાના 30 હજારની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ મિઝરોમના કુમાર સંજય રાવતએ પાયલબેન સાથે વાતો કરીને ઇન્સ્યોરન્સ ચાર્જ, બ્રીડર્સ લાયસન્સ સર્ટિફિકેટ, કોરોન્ટાઇન સર્ટિફિકેટ ચાર્જના રૂપિયા તેમજ બે ચેક ઉપર અલગ અલગ નામ હોવાથી તેના રૂપિયા મંગાવ્યા હતા.
પાયલબેનએ કુલ્લે 8.62 લાખ ચૂકવી દીધા છતાં પણ રૂપિયા નહીં મળતા આખરે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને ન્યોનગાબસનહિલારી સિલ્વેસ્ટર દુગા (મેઇન રોડ, ઓમ્બરલેઆઉટ, બાનાસવાડી, બેંગ્લોર) (મુળ રહે. લેઇસી બીલીન્ગુ, બોનાબેરી, ડૌઉલા, કેમરુન (પશ્ચિમ આફ્રિક્રા)ની ધરપકડ કરવામાં આવી હતી. ન્યોનગાબસન તેમજ તેના સાગરીતો દ્વાર ભૂતકાળમાં પણ ઓનલાઇન ગલુડીયા વેચવાની જાહેરાત મુકીને ઠગાઇ કરવામાં આવી હોવાનું સાયબર ક્રાઇમના ધ્યાન ઉપર આવ્યું છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.