SURAT

ગ્રીષ્મા હત્યાકાંડ બાદ હવે સમાજ નહીં થંભે: સુરતના કતારગામમાં યોજાશે પાટીદાર સમાજનું મહાસંમેલન

સુરત: (Surat) મંગળવારે પાટીદાર સમાજનું (Patidar Samaaj) મહાસંમેલન (General Assembly) આયોજિત કરવામાં આવ્યું છે. તેમાં કમિ. અજય તોમરને બોલાવાયા છે. સૌરાષ્ટ્રવાસી પાટીદાર સમાજના તમામ યુવાનોને આ મહા સંમેલનમાં કતારગામ ખાતે હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. પટેલ સમાજના આગેવાન દિનેશ નાવડિયા અને કાનજી ભાલાળાએ જણાવ્યું કે, સ્મોકિંગ ઝોન અને સ્પા જેવી બદીઓ કેવી રીતે દૂર કરવી તે અંગે સમાજ નિર્ણય લેશે. તેમણે સમાજના યુવાનોને આ મામલે મેદાનમાં આવવા અપીલ કરી છે. આ માટે કમિ. અજય તોમરની મદદ લેવા તેમની પણ ગાઇડલાઇન લેવામાં આવનાર હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન સમસ્ત પાટીદાર સમાજના આગેવાનો દ્વારા યુવાનોને આ સંમેલનમાં આવવા અપીલ કરાઈ છે.

નિદોર્ષ યુવતિની બર્બરતાપૂર્વક હત્યા કરનારા સામે કડક અને ઝડપી કાર્યવાઇ કરવા ભરવાડ સમાજની માંગણી
સુરત: સુરત ગ્રામ્ય વિસ્તારના પાસોદરામાં બનેલા ગ્રીષ્મા હત્યાકાંડમાં શુક્રવારે ભરવાડ સમાજના આગેવાન વિજય ભરવાડ સહિત સમાજના નેતાઓએ ઘટનાનો ભોગ બનનારા પરિવારજનોની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી.

શુક્રવારે ભરવાડ સમાજના અગ્રણી વિજય ભાઈ ભરવાડે દિકરી સ્વ. ગ્રિષ્માનાં પરિવારની મુલાકાત લઇ, દિકરીનાં સ્વજનો સાથે વાત કરી એમનાં દુ:ખમાં સહભાગી બનવા માટે માજી ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરીયા સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને આ પરિવારની નાની મોટી કોઈપણ એક જવાબદારી ભરવાડ સમાજને આપો તેમાં સમાજે સહભાગી બનવું છે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. અગાઉ પણ કિશન ભરવાડ હત્યા કેસમાં કિશનની ૨૧ દિવસની દીકરીને ભણવાથી તમામ પ્રકારની જવાબદારી વિજયભાઈએ તેમના સીરે લીધી હતી તેવી જ રીતે આ દીકરી ગ્રીષ્માના પરિવારમાં કોઈ પણ એક જવાબદારી સ્વીકારવા માટે પરિવારજનો પાસે આગ્રહપૂર્વક માંગણી કરવામાં આવી હતી.

વિજયભાઈએ જણાવ્યું હતું કે, દિકરી સ્વ.ગ્રિષ્મા સાથે જે કંઇપણ બન્યું એ ખૂબ આઘાતજનક છે. પરિવારને ઝડપથી ન્યાય મળે તેમજ આરોપીને આકરામાં આકરી સજા થાય તેવો દાખલો રાજ્ય સરકારે બેસાડવો જોઈએ, પરમ કૃપાળુ પરમાત્મા આ દીકરીના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના છે. થોડા સમય પેલા ધંધુકા માં સ્વ. કિશન ભરવાડ કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એટીએસને તપાસ સોંપી અને ગણતરીના કલાકોમાં આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી અને દિલ્હી યુપીથી ધરપકડ કરી હતી. જ્યારે દીકરી ગ્રીષ્માંના કેસમાં પણ આરોપીને કડકમાં કડક સજા થશે એવો અમને સરકાર અને ગૃહ મંત્રી હર્ષભાઈ પર પૂરો વિશ્વાસ છે.

Most Popular

To Top