SURAT

સચિન સ્થિત સુરત એપેરલ પાર્કની 3.6 લાખ ચો.મી. જમીન સપ્તાહમાં ડી-નોટિફાઈ કરી દેવાશે, આ છે કારણ..

સુરત: (Surat) કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલએ ચેમ્બરના ઓપન હાઉસમાં ઉદ્યોગકારો (Industrialist) સાથેની બેઠકમાં સચિન સ્થિત સુરત એપેરલ પાર્ક (સેઝ)અંગે રવિન્દ્ર આર્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જણાવ્યું હતું કે એપેરલ પાર્ક (Apparel Park) માટે સેઝનો પ્રયોગ સુરતમાં નિષ્ફળ રહ્યો છે. જો સરકારને દરખાસ્ત મોકલાઈ હશે તો સુરતના ઉદ્યોગકારોની માંગણી મુજબ 3.6 લાખ ચોરસ મીટર જમીન સેઝના હેતુ માટે રિઝર્વ છે અને વપરાશ વિનાની છે ત્યાં ટેક્સટાઇલ કે ગરમેન્ટિંગ મેન્યુફેક્ચરિંગ (Garment Manufacturing) પ્રવૃત્તિ થાય તે હેતુથી આ જમીન એક સપ્તાહમાં ડિ-નોટિફાઇડ કરાશે. પિયુષ ગોયેલે છેલ્લા 15 વર્ષથી ગૂંચવાયેલા આ પ્રશ્નનો ત્વરિત ઉકેલ સુચવતા ઉદ્યોગકારોએ તેમની જાહેરાતને તાળીઓના ગળગળાટ સાથે આવકારી હતી.

  • સ્પે. ઈકોનોમી ઝોન તરીકેનો સુરત એપેરલ પાર્કનો હેતુ સિદ્ધ થયો નથી, જમીન ડી-નોટિફાઇડ કરી સુરતના ઉદ્યોગકારોના હિતમાં નિર્ણય લેવાશે
  • વાણિજ્ય અને ટેક્સટાઇલ મંત્રી પિયુષ પિયુષ ગોયેલની સુરત મુલાકાત ઉદ્યોગ જગતને ફળશે, ગોયેલે સીધા વાત કરી દીધી

સચિનમાં આવેલા સુરત એપેરલ પાર્કને વાજપેયી સરકાર વખતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું સ્ટેટસ આપવામાં આવ્યું હતું. પ્રારંભમાં અહીં 50 જેટલા યુનિટ્ કાર્યરત થયા હતા.પરંતુ એપેરલ- ગારમેન્ટિંગ માટેનું વિદેશી યાર્ન સહિતનું રો-મટિરિયલ ઉપલબ્ધ નહીં થતા ઘણા યુનિટો બંધ થઈ ગયા હતા. ચોક્કસ હેતુ માટે રિઝર્વ આ જમીનને ડી- નોટીફાઇ કરવા સંદર્ભની ફાઇલ કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયમાં પડી રહી છે તેનો નિકાલ સપ્તાહમાં લાવવા પિયુષ ગોયલે જાહેરાત કરી છે. જો જમીન ડી-નોટિફાઈ થશે તો સુરતના ટેક્સટાઇલ, એપેરલ, ગારમેન્ટિંગ ક્ષેત્રના નવા ઉદ્યોગો અહીં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કરી શકશે.

મેગા ટેક્સટાઈલ પાર્ક માટે સુરતના ઉદ્યોગપતિઓએ બહાર જવું પડશે

સુરત: સુરતના ઉદ્યોગકારો સાથે યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશનને સંબોધતા કેન્દ્રના ટેક્સટાઇલ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, મેગા ટેકસટાઇલ પાર્ક સુરતમાં બને તો અમારાથી વધારે ખુશ કોઇ નહીં થાય. પરંતુ એના માટે સુરતથી 50 કિલોમીટર દૂર જશો તો જમીન પણ સસ્તી મળશે. ટાયર 3 અને ટાયર 2 સિટીમાં જઇ શકાય છે. મેગા પાર્ક માટે રૂરલ એરિયામાં જવાશે તો પ્રાથમિકતા આપવામાં આવશે. મેગા ટેકસટાઇલ પાર્ક માટે સુરત નજીક સસ્તા દરે જમીન મળતી હોય તો શોધવાનું શરૂ કરો.

તેમણે કહયું કે, પીએલઆઇ સ્કીમનો લાભ લઇને પણ રોકાણ કરી શકાય છે. ટેકનિકલ ટેકસટાઇલ માટે પણ પ્રયાસ ચાલે છે. એમાં ભારત મોટા પ્રમાણમાં યોગદાન આપશે. જો કે, તેની સાથે સાથે કોટન, ખાદી અને હેન્ડલૂમને પણ પ્રોત્સાહન આપવાનું છે. એકસપોર્ટ માટે પણ જે લક્ષ્ય નકકી કરાયું છે તેને હાંસલ કરવાનું છે. ટેક્સટાઈલ પાર્ક માટે સુરત દાવેદાર છે, સુરતમાં 45 કિ.મી. ત્રિજ્યામાં સમગ્ર ટેક્સટાઈલ ઉદ્યોગ વિકસ્યો છે, છતાં મેગા ટેક્સટાઈલ પાર્ક માટે સુરતે શહેરથી 40-50 કિ.મી. દૂરનું સ્થળ વિચારવું પડશે. જોઇએ, ટેક્સટાઇલ મંત્રી ગોયલ અને રાજયમંત્રી દર્શના જરદોશે ઉદ્યોગકારોના 25 પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટીવ્સ સ્કીમમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડકશન ટાર્ગેટના આંકડા ઘણાં ઉંચા હોવા અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા પિયુષ ગોયલ જણાવ્યું હતું કે સુરતના ઉદ્યોગપતિઓએ હવે મોટા મેદાન પર રમવાનો વખત આવી ગયો છે. 100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એકલા નહીં કરો, બે ત્રણ જણાં ભેગા થઇને પણ કરી શકાશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હવે આપણે સેકન્ડ ક્વોલિટીનું વિચારવાનું છોડી દેવું જોઇએ. અવ્વલ દરજ્જાની ક્વોલિટી માટે સરકાર તમારો સાથ આપવા તૈયાર છે,

Most Popular

To Top