SURAT

સુરતમાં માથાભારે ફૈયુ સુકરીએ આરીફ મિંડીના જમાઇ હાજી અંજીર ઉપર ફાયરિંગ કર્યું

સુરત (Surat) : લાલગેટ (Lalgate) પોલીસ મથકથી માત્ર 100 મીટરના અંતરે રવિવારે મોડી રાત્રે હત્યા (Murder) કેસના આરોપી ફૈયુ સુકરીએ (Fayu Sukari) ફરી વખત પોત પ્રકાશ્યું હતું. છ વર્ષ પહેલા જનતા માર્કેટમાં ફયાઝ કલામ નામના યુવાનની પાર્કિંગ મુદ્દે હત્યા કરનાર અમીન સુકરીના પુત્ર ફૈયુ સુકરીએ રવિવારે રાત્રે અંગત અદાવતમાં આરીફ મિંડીના (Aarif Mindi) જમાઇ હાજી અંજીર (Hazi Anjir) ઉપર ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ (Firing) કર્યું હતું. સૂત્રોનું માનીએ તો ફાયરિંગ કરનાર ફૈયુ સુકરી આરીફ મિંડીનો ભાણેજ છે જ્યારે જેની ઉપર ફાયરિંગ થયું તે હાજી અંજીર આરીફ મિંડીનો જમાઇ થાય છે.

  • મોડી રાત્રે ચોકબજાર-ભાગાતળાવ વિસ્તારમાં ફાયરિંગથી ચકચાર
  • લાંબા સમયથી બંને વચ્ચે અદાવત ચાલી રહી હતી

રવિવારે ભાગાતળાવ લાલગેટ પોલીસ મથકની સામેજ ગેંગવોરમાં આરીફ મિંડીના જમાઇ હાજી અંજીર ઉપર અંગત અદાવતમાં ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. છ વર્ષ પહેલા ભાગાતળાવ જનતા માર્કેટમાં પાર્કીંગના મુદ્દે ફયાઝ મોહમદ અઝીઝ કલામની હત્યા કરનાર અમીન સુકરીનો પુત્ર ફૈયુ સુકરી તાજેતરમાં જ પેરોલ ઉપર છુટીને આવ્યો હતો. દરમિયાન રવિવારે રાત્રે તેણે લાલગેટ પોલીસ મથકની નજીક જ આરીફ મિંડીના જમાઇ હાજી અંજીર ઉપર ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હાજી અંજીરને સારવાર માટે નવયુગ કોલેજની બાજુમાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાજી અંજીરની હાલત કટોકટ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગેંગવોરમાં ફાયરિંગ થયું હોવાની જાણ થતા લાલગેટ પોલીસ સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ડિંડોલીમાં કુટણખાનું ચલાવતી મહિલાની અટકાયત
સુરત : ડિંડોલી માર્ક પોઇન્ટના એક પ્લોટમાં કુટણખાનું ચલાવતી મહિલા સંચાલકને ડિંડોલી પોલીસે ઝડપી પાડી તેની વિરૂધ્ધ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ગુનો નોંધ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારના ધંધાઓ ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ બંધ કરાવવા માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળેલી બાતમીને આધારે ડિંડોલીના માર્ક પોઇન્ટ ખાતે રેડ કરવામાં આવી હતી. માર્ક પોઇન્ટના પ્લોટ નં.સી-306માં રેડ કરી બહારથી યુવતીઓ અને મહિલાઓને બોલાવી તેમની પાસે દેહવ્યાપાર કરાવતી આશા ભીમસીંગ દિલીપ ભીમરાવ (ઉ.વ.45)ની અટકાયત કરવામાં આવી હતી. તેમજ આ ઠેકાણેથી એક કિશોરને પણ અટકાયતમાં લેવાયો હતો.

Most Popular

To Top