Surat Main

સુરતમાં ગણેશ વિસર્જનનો તખ્ત તૈયાર: જાણો કયા કયા માર્ગો પ્રતિબંધિત

સુરત: આગામી તા.19 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ (Ganesh Idol)નું વિસર્જન (ganesh visrjan) કરવા શહેર (Surat)ના જુદા જુદા વિસ્તારમાંથી સરઘસો નીકળતા હોય છે. સુરત શહેરના રાજમાર્ગ ઉપરથી કૃત્રિમ ઓવારામાં ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર છે.

આ સંજોગોમાં ટ્રાફિક (traffic) નિયમન સરળતાથી થાય, કાયદો અને વ્યવસ્થા (Law and order)ની પરિસ્થિતિ જળવાય એ માટે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તે મુજબ તા.19/09/2021ના રોજ ગણપતિ વિસર્જન દરમિયાન સવારે 7 કલાકથી ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજમાર્ગ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે. તેમજ પ્રતિબંધ મૂકવામાં આવેલા માર્ગોનો વાહન વ્યવહાર વૈકલ્પિક માર્ગે (optional root)થી પસાર થશે.

રાજમાર્ગ પર સ્ટેશનથી ચોકબજાર સુધીનો ટ્રાફિક દિલ્હીગેટ (Delhi gate)ચાર રસ્તાથી લિનિયર બસ સ્ટેશન, ફાલસાવાડી સર્કલ, રિંગ રોડ થઇ જશે. રાજમાર્ગ ઉપર ખૂલતી ગલીઓનો વાહન વ્યવહાર આંતરિક રસ્તાઓ તથા ચૌટાબજાર બ્રિજ નીચેથી બંને તરફ જઇ શકશે. અન્ય વાહનો સરદાર બ્રિજ તથા જીલાણી બ્રિજનો ઉપયોગ કરી શકશે. તથા આંતરિક ગલીઓનો ઉપયોગ કરી રિંગ રોડ તરફ જઇ શકશે. મકાઇ પુલ તથા સરદાર બ્રિજ (sardar bridge) જીલાણી બ્રિજનો ઉપયોગ કરી કતારગામ રાંદેર અને રિંગ રોડ તરફ જઇ શકશે. કાંસકીવાડથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી દિલ્લીગેટ તથા રિંગ રોડ તરફ જઇ શકશે. આ વાહનો નવસારી બજાર ચાર રસ્તાથી હનુમાન ચાર રસ્તા, ગોપીપુરા ચોકી, ખપાટિયા ચકલા, ચૌટાપુલ નીચે થઇ નાણાવટ થઇ મુગલીસરા તરફ જશે.

સચિન સુડા આવાસ માર્ગનો ટ્રાફિક તુલસી હોટેલ સચિનથી નવસારી રોડ તરફ ડાયવર્ટ કરાશે. ભગવાન નગર સરથાણા જકાતનાકા તરફના બંધ માર્ગનો ટ્રાફિક લટુરિયા રોડથી સીમાડા રોડ થઈ વીટીનગર થઈ નવજીવન સર્કલ તરફ જશે. સિંગણપોર ચાર રસ્તાનાં વાહનો કંથારિયા હનુમાન ચોકથી ડભોલી બ્રિજ તરફ જઈ શકશે. પંડોલ. ફૂલવાડીનો ટ્રાફિક જીલાની બ્રિજ થઈ જશે. ગજેરા સર્કલથી લંકા ઓવારા સુધીનો ટ્રાફિક મેઈન રોડ થઈ ડાયવર્ટ કરાશે.

Most Popular

To Top