સુરત: (Surat) આગામી 10મી સપ્ટેમ્બરે ગણેશોત્સવ (Ganesh Utsav) આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ગણપતિ મહોત્સવની જોરશોરમાં તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. શહેરમાં મૂર્તિકારો દ્વારા ગણેશજીની પ્રતિમાઓને (Statue) આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આ વર્ષે અડાજણમાં એક ગ્રુપ દ્વારા અયોધ્યા સ્થિત નિર્માણ થઇ રહેલા રામમંદિરની ઝાંખી જોવા મળશે. છ મુસ્લિમ કારીગર (Muslim Workers) દ્વારા 16 ફૂટ ઊંચા અને 14 ફૂટ પહોળા થર્મોકોલનો ઉપયોગ કરી રામમંદિરની (Raam Mandir) થિમ ઉપર ગણેશજી બનાવાશે.
- અડાજણમાં અયોધ્યાના રામમંદિરની થિમ પર ગણેશ પંડાલ બનશે
- અડાજણના ગાર્ડન ગ્રુપ દ્વારા ગણેશોત્સવ દરમિયાન આ રામ મંદિરમાં સ્થપાશે ગણેશની પ્રતિમા
- મુસ્લિમ કારીગરો તેમજ ગાર્ડન ગ્રુપના ચાર ભક્ત સાથે મળી બનાવી રહ્યા છે મંદિર
- ર્મોકોલનો ઉપયોગ કરી 174 જેટલા પીલર સાથે રામમંદિર બનાવવા 24 કલાક કરી રહ્યા છે કામ
અયોધ્યા સ્થિત ભવ્ય રામમંદિરના નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે અડાજણના ગાર્ડન ગ્રુપ દ્વારા ગણેશોત્સવ દરમિયાન અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા રામમંદિરથી થિમ ઉપર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાશે. આ પહેલા અનેક થિમ પર બનાવી લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો. આયોજકોનું માનવું છે કે, અલગ અલગ થિમ બનાવી લોકોને સંદેશો પણ મળી જાય છે અને ભક્તિ પણ થઇ જાય છે. ગાર્ડન ગ્રુપના હર્ષ મહેતાએ જણાવ્યું હતું કે, સુરતના છ મુસ્લિમ કારીગરો તેમજ ગાર્ડન ગ્રુપના ચાર ભક્ત સાથે મળી અયોધ્યામાં બની રહેલા રામમંદિરની થિમ પર થર્મોકોલનો ઉપયોગ કરી 174 જેટલા પીલર સાથે રામમંદિર બનાવી રહ્યા છીએ. જેને છેલ્લા આઠ દિવસથી 24 કલાક સુધી સતત કામગીરી કરી રહ્યા છે.
આ મંદિર બનતાં હજુ સાત દિવસ લાગશે. 16 ફૂટ ઊંચા અને 14 ફૂટ પહોળા થર્મોકોલની સીટનો ઉપયોગ કરી ઝીણવટભર્યુ વર્ક કરી કામગીરી કરાઈ રહી છે. આશરે અઢી લાખ જેટલી કિંમતનું આ રામમંદિર બનશે. જેમાં દોઢ ફૂટની ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થશે. દર વર્ષ ગાર્ડન ગ્રુપ દ્વારા વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ કોરોનાને ધ્યાને લઇ આ વર્ષે શોભાયાત્રા નીકળશે નહીં. દસ દિવસ સુધી વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પ યોજાશે. અત્રે નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી સુરતમાં થિમબેઇઝ ગણપતિની બોલબાલા ખૂબ વધી રહી છે.