સુરત: (Surat) શહેરના ભીમરાડ કેનાલ રોડ ઉપર આવેલી હોટલમાં (Hotel) રૂમ ભાડે રાખીને જુગાર ધામ (Gambling Den) ચલાવનાર સહિત 7 જુગારીઓને ખટોદરા પોલીસે (Police) ઝડપી પાડ્યા હતા. પોલીસની ટીમે બાતમીના આધારે ભીમરાડ કેનાલ રોડ સ્થિત મેસીમો કોમ્પ્લેક્ષમાં આવેલી હોટલ રિલેક્સ ઇનના રૂમ નં. 415 માં રેઈડ કરી હતી. તેમની પાસેથી કુલ 1.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
ખટોદરા પોલીસને ભીમરાડ કેનાલ રોડ પર આવેલી હોટલ રિલેક્સ ઇનમાં જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળી હતી. ખટોદરા પોલીસની ટીમે બાતમીના આધારે ભીમરાડ કેનાલ રોડ સ્થિત મેસીમો કોમ્પ્લેક્ષમાં આવેલી હોટલ રિલેક્સ ઇનના રૂમ નં. 415 માં રેઈડ કરી હતી. હોટલમાં રૂમ ભાડે લઇ જુગારધામ ચલાવનાર વિશાલ કનૈયાલાલ શાહ (ઉ.વ. 28 રહે. સી 03, રાજેશ્વર પ્લાઝા, બીઆરસી મંદિર સામે, ઉધના) ને ઝડપી પાડ્યો હતો. સાથે જ રમેશ દીપચંદ જૈન (ઉ.વ. 37), મોબાઇલના દુકાનદાર ભાવેશ રોશનલાલ જૈન (ઉ.વ. 30), લક્ષ્મણ બાબુરાવ પાટીલ (ઉ.વ. 37), મુકેશ વિશ્વાસ સોનવણે (ઉ.વ. 26), એલઆઇસી એજન્ટ ગણેશ સુરેશ ચૌધરી (ઉ.વ. 35) અને સંદીપ પ્રેમચંદ ચૌધરી (ઉ.વ. 32, 84, વિજયનગર, ઉધના) નામના જુગારીઓને પણ ઝડપી પાડયા હતા. જુગારીઓ પાસેથી રોકડા 46230 રૂપિયા, સાત મોબાઈલ ફોન મળી કુલ 1.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો.
માંડવીના કરંજ ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
માંડવી: માંડવીના તડકેશ્વર ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમી હોવાની બાતમી પોલીસ મળતાં ત્રણ આરોપી પાસેથી રૂ.91,720નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. માંડવી-કીમ રોડ પર આવેલા કરંજ ગામની સીમમાં આવેલી ક્રિષ્ણા ટ્રેડર્સ કંપનીની નજીક ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા બજરંગ ધીરુ જાજુ (ઉં.વ.45) (હાલ રહે., કીમ, રાજેશ્વર એપાર્ટમેન્ટ, તા.ઓલપાડ, મૂળ રહે., રાજસ્થાન), લાલુ વશરામ પટેલ (ઉં.વ.35) (હાલ રહે., સરથાણા જકાતનાકા, સુરત, મૂળ રહે., અમરેલી) જગદીશ ગાંડુ પટેલ (ઉં.વ.51) (હાલ રહે., સીમાડાનાકા, મૂળ રહે., જૂનાગઢ)ને બાતમીના આધારે ઝડપી પાડતાં દાવ પર લગાડેલા રોકડા રૂ.1800 અને અંગજડતીના રૂ. 87,920 તથા બે મોબાઈલ ફોનની મળી કુલ મુદ્દામાલ માલ રૂ.91,720 થવા જાય છે. આ ઝડપાયેલા ત્રણ આરોપી વિરુદ્ધ તડકેશ્વર ઓ.પી.જમાદાર નરેશ સામસિંહ વસાવાએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.