SURAT

શ્રાવણીઓ જુગાર રમતા 15 પોલીસ સ્ટેશનમાં 258 પકડાયા : લાખોનો મુદ્દામાલ કબજે કરાયો

સુરત: અહો, આશ્ચર્ય આ વર્ષે શ્રાવણીઓ અને જન્માષ્ટિનો જુગાર (gamble) રમતા 258 વ્યક્તિઓ ને સુરત (Surat) પોલીસે (Police) ઝડપી પાડી 39 કેસ કર્યા છે. એટકું જ નહીં પણ રૂપિયા 40,29,102નો મુદામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે. ઉતરાણ પોલીસે 9 જણા ને 21,55,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સૌથી ક્વોલિટી કેસ કર્યો છે.

સુરત પોલીસે જણાવ્યું હતું કે, અમરોલી, ઇચ્છાપોર, સિંગણપોર, સિંગણપોર-ડભોલી, પાંડેસરા, ઉતરાણ, કતારગામ, ચોકબજાર, ડીંડોલી, ગોળાદરા, સલાબતપુરા, સારોલી, કાપોદ્રા અને વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક જ દિવસમાં એટલે કે 24 કલાકમાં 258 જણા ને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા છે. એટલું જ નહિ પણ પોલીસે 39 કેસ કરી 40,29,102 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે 8 પોલીસ સ્ટેશનમાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે અમરોલીમાં 7, સિંગણપોર-ડભોલીમાં 3, કતારગામ-ડીંડોલી, સારોલીમાં 2-2, કાપોદ્રામાં 9 અને વરાચામાં 6 કેસ કરવામાં આવ્યા છે. સૌથી વધુ આરોપી સચિન GIDC માં 12 પકડાયા છે. જ્યારે સૌથી મોટી રકમ ઉતરાણ પોલીસે 21.55 લાખ નો મુદ્દામાલ કબજે લીધો છે.

સુરત: કાપોદ્રામાંથી મહિલા સંચાલિત જુગારધામ પકડાયું, આટલી મહિલાઓની અટકાયત
સુરત: કાપોદ્રા વિસ્તારમાં આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં મહિલા (Women) સંચાલિત જુગારધામ પર આજે પોલીસે (Police) રેડ પાડી અનેક મહિલાઓને જુગાર રમતા ઝડપી પાડી હતી. પોલીસ તપાસમાં જુગારધામ રેખા નામની મહિલા ચલાવતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે કાપોદ્રા વિસ્તાર માં રૂસ્તમ બાગ સોસાયટી નજીક આવેલી લક્ષ્મી નારાયણ સોસાયટીમાં મહિલા સંચાલિત જુગારધામ ચાલતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે પૂર્વ આયોજિત આયોજન કરી દરોડા પાડવામાં આવ્યા હતા. જયાંથી 7 મહિલા જુગાર રમતા રંગે હાથે ઝડપાઇ ગઈ હતી. તપાસમાં રેખા નામની મહિલા જુગારધામ ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. આ જુગારધામમાં માત્ર મહિલાઓ ને જ પ્રવેશ અપાતો હતો. સુરત કન્ટ્રોલ રૂમ ને કોલ મળ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતાં.

Most Popular

To Top