SURAT

સુરતનો ટ્રાવેલર્સ ભેરવાયો, ગુગલ, યુટ્યુબ પર સબસ્ક્રીપ્શન કરી કમિશન મેળવવાનું 7.88 લાખમાં પડ્યું

સુરત: (Surat) પાલ ખાતે રહેતા ટ્રાવેર્લ્સને મ્યાનમારના નંબર પરથી આવેલા મેસેજ પર વિશ્વાસ કરી ગુગલ (Google) અને યુટ્યુબ પર સબસ્ક્રીપ્શન કરી કમિશન (Commission) મેળવવાનું 7.88 લાખમાં પડ્યું હતું. સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • સબસ્ક્રીપ્શન દ્વારા ટાસ્કના મોટા કમિશનની લાલચમાં ટ્રાવેલર્સ ફસાયો, 7.88 લાખ ગયા
  • બિટકોઈન ટ્રેડ કરવાના અલગ અલગ ટાસ્ક આપી પેમેન્ટ વીડ્રો કરવા ચાર્જ વસૂલ્યો, રૂપિયો ય પાછો આવ્યો નહીં
  • વધુ કમાણી, લાલચ-લોભને ધમરોળતાં ઓનલાઈન ઠગબાજો

પાલ ગૌરવપથ રોડ ખાતે નક્ષત્ર હાઈટ્સમાં રહેતા 34 વર્ષીય યોગેશભાઈ લક્ષ્મણભાઈ બોકડે તેમના ઘરેથી પી.એલ.બી. હોલીડેસ નામની ટ્રાવેલ્સ એજન્સી ચલાવે છે. ગત 3 ઓગસ્ટે સાંજે તેમના વોટ્સએપમાં મ્યાનમારના મોબાઈલ નંબર પરથી આઈ એમ ઐશ્વર્યા ફ્રોમ બ્લુમબર્ગ ઇન્ડિયા લિ. એચઆર ડિપાર્ટમેન્ટ નામથી મેસેજ આવ્યો હતો. આઈ હેવ એન ઓફર ફોર યુ મેસેજ હતો. યોગેશભાઈએ હા કહેતા અજાણીએ ગુગલ મેપ તથા યુ ટ્યુબ પર સબસ્ક્રીપ્શન કરવાનું કામ હોવાનું અને તેમાં જેટલા ટાસ્ક પુરા કરાશે તે પ્રમાણે કમિશન આપવાની વાત કરી હતી.

ટાસ્ક પુરો કરતા 150 રૂપિયા મળશે અને તેવા 21 ટાસ્ક પુરા કરવાના રહેશે. આ માટે તેમના દ્વારા એક લિંક મોકલવામાં આવી હતી. આ લિંક સબસ્ક્રીપ્શન કરી હતી. બાદમાં ટાસ્ક પુરો કરતા 3850 રૂપિયા આપ્યા હતા. તથા બ્લુમબર્ગ2023.કોમ ની લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી તેમાં બીટ કોઈન ટ્રેડ કરવાના ટાસ્ક આપ્યા હતા. તેમાં અલગ અલગ ટાસ્ક આપી પેમેન્ટ વીડ્રો કરવા માટે ચાર્જ જણાવી તે પેટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 1.99 લાખ તથા યુપીઆઈમાંથી મળીને કુલ 7.88 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં કમિશન કે ટ્રાન્સફર કરેલા રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. અંતે તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top