SURAT

સુરતમાં આ ટુર્સના સંચાલકની ચારધામ યાત્રાના નામે 18 લોકો સાથે 3.87 લાખની ઠગાઇ

સુરત: અડાજણ આનંદમહલ રોડ પર કૈલાસનગર સોસાયટીમાં રહેતા 62 વર્ષીય કીરીટભાઈ નટવરભાઈ કેળાવાલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ચેતનભાઈ દામોદરભાઈ વાંકા, તેમની પત્ની જાસ્મીરા અને પુત્રી હીરલબેન (તમામ રહે, રામનગર કોલોની, રાંદેર) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

  • બાલાજી ટુર્સના સંચાલકોની ચારધામ યત્રાના નામે 18 લોકો સાથે ઠગાઇ
  • 3.87 લાખ પડાવ્યા બાદ યાત્રાના બે દિવસ પહેલાં જ ટુર સંચાલક ગાયબ થઇ ગયો

ફરિયાદમાં જણાવ્યા મુજબ એક દૈનિક સમાચારપત્રમાં ચારધામ યાત્રાની જાહેરાત આવી હતી. જેમાં 15 દિવસની ચારધામ યાત્રાના એક વ્યક્તિદિઠ 21,501 લખ્યા હતા. જેથી કીરીટભાઈ તથા તેમની સાથે બીજા 18 લોકો પાસેથી કુલ 3.87 લાખ રૂપિયા લઈ તેની સ્વીકાર્યાની પહોંચ આપી રેલ્વે ટ્રેનની ટિકીટ આપી હતી. બાદમાં 10 મે ના રોજ ચારધામની યાત્રાએ લઈ જવાનું હતું. પરંતુ 8 મે ના રોજ ચેતન ગુમ થયો હોવાની અરજી તેની પત્નીએ રાંદેર પોલીસમાં કરી હતી. કીરીટભાઈ તેમના ઘરે ગયા તો ચેતનની પત્ની અને દીકરીએ ગાળાગાળી કરી હતી. દિકરી હિરલે કીરીટભાઈને ચપ્પુ બતાવી તમારામાં તાકાત હોય તો ઉપર આવો તેમ કહીને ધમકી આપી હતી. જેનું રેકોર્ડીંગ કીરીટભાઈના પુત્રએ તેના મોબાઈલ ફોનમાં કરી લીધું હતું. જેથી કીરીટભાઈ અને અન્ય ભોગ બનનારાઓએ ચેતન વાંકા શ્રી બાલાજી ટુર્સ ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

રાત્રે 3 વાગ્યે રેલવે સ્ટેશન જવા નીકળેલી મહિલાના હાથમાંથી 1 લાખની મતા ભરેલું પર્સ આંચકી લેવાયું
સુરત : પાંડેસરાના સુખસાગર રેસીડેન્સીમાં રહેતા ભરતભાઇ કેમલપ્રસાદ શુક્લા સચીન જીઆઇડીસીમાં સ્નેહા ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં નોકરી કરે છે. તેમના સાળાની પુત્રીના લગ્ન હોવાથી તેઓ પત્ની સુમિત્રાદેવી અને પુત્રી પ્રિયાને ટ્રેનમાં મુકવા માટે ગયા હતા. તેઓ રાત્રીના સમયે ટ્રેનમાં બેસીને સ્ટેશન જતા હતા. ત્યારે રાત્રીના ત્રણ વાગ્યે એક મોટરસાઇકલ ઉપર બે યુવકો આવ્યા હતા. તેઓએ રિક્ષાના પાસે ગાડી હંકારીને સુમિત્રાદેવીના હાથમાંથી પર્સ આંચકી ફરાર થઇ ગયા હતા. આ પર્સમાં રૂા. 62 હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર, સોનાની વીંટી તેમજ રોકડા રૂપિયા મળી કુલ્લે રૂા. 99798નું લૂંટ થઇ હતી. આ બાબતે ઉધના પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top