Surat Main

ઐતિહાસિક ધરોહર: 16મી સદીમાં બનેલ સુરતનો કિલ્લો દિવાળીમાં મૂળ સ્વરૂપે જોવા મળશે

સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરના ઈતિહાસ (History of city)ને ઉજાગર રાખવા માટે શહેરની ઐતિહાસિક ધરોહરો (Heritage)ને ફરીથી ડેવલપ કરવામાં આવી રહી છે.

સુરતની મધ્યસમાં આવેલા ગોપીતળાવ (Gopi talav)ને પણ મનપા દ્વારા ડેવલપ (Develop) કરાયા બાદ 16મી સદીમાં બનેલા સુરતના ઐતિહાસિક કિલ્લા (Historical Castle)ને પણ રિસ્ટોરેશન કરી ડેવલપ કરવામાં આવ્યો છે. બે વર્ષ પહેલાં કિલ્લાના પ્રથમ ફેઇઝને પૂર્ણ કરી ખુલ્લો પણ મૂકી દેવાયો છે. જ્યારે બીજા ફેઇઝનું રિસ્ટોરેશન પણ પૂર્ણ થવાના આરે હોવાથી આગામી બે-ત્રણ માસમાં તેનું પણ લોકાર્પણ થઇ જશે તેવી શક્યતા મનપા કમિશનર (Municipal commissioner) બંછાનિધિ પાનીએ વ્યક્ત કરી છે. રૂ.21.73 કરોડના ખર્ચે કિલ્લાના ફેઝ-1નું કામ પૂર્ણ કરાયું હતું. બીજા ફેઇઝમાં 40 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે.

કિલ્લામાં ગ્રાઉન્ડ વત્તા બે ફ્લોર છે. જેમાં ઈન્ફોર્મેશન એન્ડ ઓરિએન્ટેશન રિમ, તુગલક એરા, બ્રિટિશ કાફેટેરિયા બનાવાયું છે. જ્યારે બીજી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ વત્તા બે ફ્લોર છે. જેમાં મુગલ ગેલેરી, ડચ કોર્ટ રૂમ ગેલેરી, રામપર્ટ, કૈનોન ગન ડિસ્પ્લે વગેરે છે. અને ત્રીજી બિલ્ડિંગમાં બ્રિટિશ, આર્મેનિયમ ગેલેરી, સુરતનો ઈતિહાસ વગેરે પણ આકર્ષણનાં કેન્દ્ર છે.

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બીજા ફેઇઝ અંતર્ગત કિલ્લાના પાંચ બુર્ઝ પૈકી ચાર બુર્ઝનું રિસ્ટોરેશન થઇ ચૂક્યું છે. હવે છેલ્લા બુર્ઝનું કામ ચાલુ છે. મનપાન કમિશનરે જણાવ્યું હતું કે, કિલ્લાના રિસ્ટોરેશનમાં સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી.

કિલ્લાને અસ્સલ જૂના કિલ્લા જેવો લૂક આપવા ખાસ મહેનત કરવામાં આવી છે. જેમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. અને મહારાષ્ટ્રના ખાસ બ્લોક લેસરનો ઉપયોગ કરાયો છે. તેમજ કિલ્લાના રેમ્પ પણ પહેલાના જેવા જ અસ્સલ બનાવાયા છે. કિલ્લામાં રંગીન શીશાનો પણ ખાસ ઉપયોગ કરાયો છે. જેથી જૂના જમાનાના બાંધકામનો લૂક દેખાય.

હિસ્ટોરિકલ ફર્નિચરની જેમ જ લાકડાંનો ઉપયોગ કરી દાદરા વગેરે બનાવાયા છે. આ કિલ્લો 1540માં ખુદાવંતખાન દ્વારા તૈયાર કરાયા બાદ અહીં મોગલો, ડચ, ફીરંગી વગેરે આવીને ગયા અને સમયાંતરે તેમાં ફેરફાર થતા રહ્યા તેના નકશા પણ મળી આવ્યા છે. જેનું ડિજિટલાઇઝેશન કરી લોકોને જોવા માટે મુકાશે.

કિલ્લાનાં આકર્ષણો

  • કિલ્લામાં ઓડિયો વિઝ્યુઅલ રૂમ જેમાં કિલ્લા અંગે માહિતી મળશે
  • કાફેટેરિયા જેમાં મોગલકાળના માહોલને તાજો કરી કોફીની ચુસ્કી લઇ શકાશે
  • ઇતિહાસની ઝાંખી આપતી ગેલેરી
  • લાઈટ એન્ડ સાઉન્ડ શો
  • સમગ્ર કિલ્લાને પણ ખાસ લાઈટિંગથી સજાવાશે. જેથી રાત્રિના સમયે કિલ્લાનું આકર્ષણ ખાસ બની રહેશે.
  • કિલ્લાની આસપાસ લોકો મોકળાશથી ફરી શકે અને સમગ્ર કિલ્લાની ફરતે ચક્કર મારી શકે તેવી વ્યવસ્થા.

Most Popular

To Top