SURAT

સુરત-ડુમસનાં બીચ પર કાલથી નેશનલ બીચ સોકર સ્પર્ધાનો આરંભ

સુરત: (Surat) ઓલઇન્ડિયા ફુટબોલ ફેડરેશનનાં નેજા હેઠળ ગુજરાત રાજય ફુટબોલ એસોસિએશન (Football Association) અને સુરત ડિસ્ટ્રીકટ ફુટબોલ એસો. નાં ઉપક્રમે ગુજરાત અને દેશમાં પ્રથમવાર સુરત ડુમસનાં (Dumas) દરિયાઇ બીચ પ૨ મેઈડન નેશનલ બીચ સોકર ટુર્નામેન્ટનો આરંભ થશે. એ સાથે તા. ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી સંખ્યાબંધ ફુટબોલર્સ પણ મનાવશે. ૨૬ મી જાન્યુઆરીનાં ધ્વજવંદન ઓલઈન્ડિયા ફુટબોલ ફેડરેશનનાં પ્રમુખ કલ્યાણ ચોબેનાં વરદહસ્તે કરવામાં આવશે અને એ પછી રાષ્ટ્રીય બીચ ફુટબોલ “કીકઓફ’’ થશે.

  • સુરત-ડુમસનાં બીચ પર આજથી નેશનલ બીચ સોકર સ્પર્ધાનો આરંભ
  • પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે આજે એક સાથે બે ગોલ

આ સ્પર્ધામાં કુલ ૧૯ રાજયો ૩૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. એટલુ જ નહિ પણ ફીફાનાં કવોલીફાઈડ કમિશ્નર અને રેફરી આ સ્પર્ધામાં સેવા આપશે. મુલતઃ ભારતવર્ષમાં પ્રથમવાર કુલ ૮ ટુર્નામેન્ટનું આયોજન એક સાથે થઈ રહ્યુ છે અને તે પણ આઝાદીનાં અમૃતવર્ષમાં આવી મોટી સ્પર્ધા થતા તેનો આનંદ બેવડાયો છે.

આ આયોજનને સફળ બનાવવા માટે નેશનલ બીચ કમીટીનાં ચેરમેન જીગ્નેશભાઈ પાટીલ, ગુજરાત ફુટબોલ એસો.નાં સેક્રેટરી મુળરાજ સિંહ, સુરત ડીસ્ટ્રીકટ ફુટબોલ એસો.નાં પ્રમુખ દિપકભાઈ દૂધવાલા અને સેક્રેટરી કમલેશ સેલર રાત-દિવસ એક કરીને આ સ્પર્ધાને પ્રેરક ઓપ આપવા માટે જહેમત ઉઠાવી ગયા છે. આ સ્પર્ધા તા. ૧ લી ફેબ્રુઆરી સુધી દરિયાનાં ઉછળતા મોજા વચ્ચે ધમધમશે જેને જોવા માટે પદાધિકારીઓએ સૌ ફુટબોલ રસિયાઓને વિના મૂલ્યે મેચ જોવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

નેશનલ રેન્કિંગ TT ચેમ્પિયનશિપ: અંડર-13માં ગુજરાતનાં ખેલાડીઓ શરૂઆતના રાઉન્ડમાંથી જ આઉટ
સુરત: (Surat) પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે યોજાયેલી બીજી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં (Table Tennis Championship) બુધવારે અંડર-13 કેટેગરીમાં ગુજરાતના પડકારનો અંત આવી ગયો હતો. ગુજરાતના ખેલાડીઓ શરૂઆતના રાઉન્ડમાંથી જ આઉટ થઈ ગયા હતા.

અમદાવાદની મૌબિની ચેટરજી તથા જિયા ત્રિવેદીએ તેમના પ્રથમ રાઉન્ડની મેચ જીતી હતી પરંતુ ગર્લ્સ વિભાગના બીજા રાઉન્ડને પાર કરવામાં બંને ખેલાડી નિષ્ફળ રહી હતી જ્યારે ચાર્મી ત્રિવેદી પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ હતી. બોયઝ વિભાગમાં માનવ મહેતા તથા સમર્થસિંઘ શેખાવત પણ બીજા રાઉન્ડમાં હારી ગયા હતા તો માલવ પંચાલ અને વિહાન ત્રિવેદીનો પહેલા રાઉન્ડમાં પરાજય થયો હતો. દરમિયાન અંડર-15 કેટેગરીમાં ગુજરાતના આઠ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને મેઇન ડ્રોમાં પ્રવેશ કર્યો હતો.

બોયઝ વિભાગમાં આયુષ તન્ના, હિમાંશ દહિયા, માલવ પંચાલ તથા જન્મેજય પટેલે આગેકૂચ કરી હતી તો ગર્લ્સ વિભાગમાં પ્રાથા પવાર, રિયા જયસ્વાલ, નાધી પ્રજાપતિ તથા જિયા ત્રિવેદીએ મેન ડ્રોમાં પ્રવેશ કર્યો હતો. અંડર-13 બોયઝની ફાઇનલમાં પીએસપીબી-એ ટીમના સાહિલ રાવત બંગાળ-એ ટીમના આદિત્ય દાસને 3-1થી હરાવીને ટાઇટલ જીત્યું હતું જ્યારે ગર્લ્સ ફાઇનલમાં રિયાના ભૂટા (મહારાષ્ટ્ર-એ)એ તેના જ રાજ્યની દિવ્યાંશી ભૌમિકને 3-1થી હરાવીને ટ્રોફી જીતી હતી.

Most Popular

To Top