સુરત: સુરત મનપા (SMC) દ્વારા દર વર્ષે નવરાત્રિ (Navratri) દરમિયાન અઠવા પાર્ટી પ્લોટ (Party Plote) ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ફૂડ ફેસ્ટિવલ માટેનું સ્થળ બદલવામાં આવ્યું છે. અઠવા પાર્ટી પ્લોટની જગ્યાએ વેસુ વોક-વે (Vesu Walkway) ખાતે ફૂડ ફેસ્ટિવલ યોજાશે. આ વર્ષે ફૂડ ફેસ્ટિવલ 18 દિવસ સુધી ચાલશે. મનપા દ્વારા 18 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
- પહેલા ફૂડ ફેસ્ટિવલ અઠવા પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, આ વર્ષે સ્થળ બદલાયું
- છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું ન હતું
સ્વાદ રસિયાઓ માટે મનપા દ્વારા દર વર્ષે નવરાત્રિમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે આ ફેસ્ટિવલનું આયોજન કરાયું ન હતું. પરંતુ હવે કોરોનાનું સંક્રમણ પણ નહીવત હોય, મનપા દ્વારા આ વર્ષે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વેસુ કેનાલ વોક-વે ખાતે 18 દિવસ માટે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. 18 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી એમ 18 દિવસ સુરતીઓ માટે ફુડ ફેસ્ટિવલ યોજાશે. જેમાં ભાગ લેવા ઈચ્છતી સંસ્થાઓ 8 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.