National

વિન્ટર સિડ્યુલ: કોરોનામાં બંધ થયેલ સુરતથી કોઇમ્બતુર, જયપુર, કોલકતા, ચેન્નાઇ, ઇન્દોર સુધી સેવા ફરી શરૂ

વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટની સુરત (Surat Airport)થી કોઇમ્બતુર (Coimbatore) અને ઇન્દોર (Indore)ની ફલાઇટ (Flight)ની માંગણી જે સમર સિડ્યુલ (summer schedule)થી કરવામાં આવી હતી તે કોવિડની બીજી લહેર (covid second wave)ને કારણે પડતી મુકાઈ હતી તે ફરીવાર વિન્ટર સિડ્યુલમાં માગણી મૂકતા સ્વીકારી લીધી છે..

Covid પહેલા ચેન્નાઇ (Chennai), કલકતા (kolkata) , હૈદરાબાદ (Hyderabad), જયપુર (Jaipur) ઇન્ડિગોની ફલાઇટ ચાલુ હતી , તે ફરીવાર નવા સમય મુજબ ચાલુ થઈ રહી છે. દિલ્હી માટે 2 થી 4 દિવસ પહેલા જે 2 દિવસ શનિ રવી માટે જાણકારી આપી હતી તેને રિવાઈઝ કરી ને એક દિવસ ફકત રવિવાર માટે ફલાઇટ આપી છે હવે ઇન્ડિગોની દિલ્હી માટે 4 ફલાઇટ રવિવારે મળશે બાકી દિવસમાં ૩ ફલાઇટ ઉપલબ્ધ હશે. તમામ ફલાઇટના સ્લોટ DGCAમાંથી એપ્રુવ થઈ ચૂક્યા છે, અમુક ફલાઇટના બુકિંગ ચાલુ થઈ ગયા છે જે બાકીના બુકિંગ ટુંક સમયમાં શરૂ થઈ જશે તેની જાણકારી અધિકૃત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગ્રુપને આપવામાં આવી છે.. ઇન્દોરની નવી ફલાઇટની માગણી પણ પૂરી કરવામાં આવી છે પણ હાલ પ્રથમ ચરણમાં ATR કક્ષાનું જ એરક્રાફ્ટ ફાળવવામાં આવ્યું છે.

નવી શરૂ થતી ફલાઇટ નું સમય પત્રક નીચે મુજબ છે

જયપુર (ડેઇલી)
ETA 15.55
ETD 16.25

હૈદરાબાદ (ડેઇલી)
ETA 19.10
ETD 19.40

કોલકતા (4 દિવસ )
ETA 08.40
ETD 09.10

ચેન્નાઇ કોઇમ્બતુર (4 દિવસ)
ETA 15.45
ETD 16.15

દિલ્હી વધારાની ફલાઇટ (રવિવાર)
ETA 13.20
ETD 13.50

ઇન્દોર (ડેઇલી)
ETA 20.25
ETD. 20.55

ચોમાસાની ઓફ સિઝનમાં સુરત આવવા અને સુરતથી જવા માટે સુરત એરપોર્ટ પર પટણા અને જબલપુર રૂટ પર પેસેન્જર લોડ નહીં મળતા સ્પાઇસ જેટ કેટલીક ફ્લાઇટો (Flight) સ્થગિત કરી રહી હતી. બે દિવસમાં ટિકિટ બુકિંગ ઓછું રહેતા અચાનક સુરતને કનેક્ટેડ 10 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. તેને લઇને પાંખી સંખ્યામાં ટિકિટ બુકિંગ કરાવનાર પેસેન્જરો મુશ્કેલીમાં પણ મુકાયાં હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્પાઇસ જેટે પટના-સુરત, સુરત-પટના, દિલ્હી-સુરત, સુરત-દિલ્હી, હૈદરાબાદ-સુરત અને સુરત-હૈદરાબાદની ફ્લાઇટ રદ કરી હતી. તે પછી સ્પાઇસ જેટ સુરત-જયપુર, જયપુર-સુરત, પટના-સુરત અને સુરત-પટનાની ફ્લાઇટ રદ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી સ્પાઇસ જેટને પેસેન્જરો મળી રહ્યા નથી. જેને કારણે ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી રહી હતી.

ફ્લાઇટને 50 ટકામાં પેસેન્જર નહીં મળતા ઓપરેટીંગ ખર્ચ વધવાને બદલે ફ્લાઇટ રદ કરવામાં આવી રહી હતી. અને રદ થયેલા એરક્રાફટ બીજા રૂટ પર મોકલવામાં આવે છે. જયાં ચાર્ટર ફ્લાઇટ નોંધાઇ હોઇ ત્યાં સુરતની ફ્લાઇટ ડાઇવર્ટ કરી દેવામાં આવે છે. તેને લીધે સ્પાઇસ જેટની ફ્લાઇટને લઇ પેસેન્જરોમાં વિશ્વસનીયતા ઘટી રહી છે.

Most Popular

To Top