SURAT

આને કહેવાય નસીબ: સુરતમાં પત્નીની હત્યા માટે પતિએ કોશિશ તો ખૂબ કરી છતાં મારી ન શક્યો

સુરત: (Surat) માનદરવાજાની મહિલા (Women) ઉપર ફાયરિંગ (Firing) કરાવનાર તેનો પતિ જ નીકળ્યો છે. તેના પતિએ (Husband) મહારાષ્ટ્ર પુણેમાં રહેતા મિત્રને ફાયરિંગ કરવા સોપારી આપી હતી. સુરતમાં ફાયરિંગ પહેલા પિસ્તલ અને બાઈકની વ્યવસ્થા પણ કરી આપી હતી. અગાઉ ચાર પાંચ વખત મિત્રની બાઈક લઈ જઈ રેકી કરી બાદમાં ઘટનાને અંજામ આપ્યો હતો.

ક્રાઈમ બ્રાંચની ટીમે સલાબતપુરામાં મહિલા પર ફાયરિંગ કરનાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે પુણા કડોદરા રોડ સણીયા હેમાદ ગામ તરફ જવાના ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપરથી આરોપી રવિન્દ્ર રધુનાથ યેશે (ઉ.વ.૩૭, રહે. આકુર્ડીગામ વિઠ્ઠલ કાલભોરની ચાલ રૂમ નં:-૯, પિંપરી ચિચવડ પુણે મહારાષ્ટ્ર તથા મુળ જી.જલગાંવ મહારાષ્ટ્ર) તથા રત્નકલાકાર નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદ (ઉ.વ.૨૦, રહે. પ્લોટ નં:-૨૫૨, સંગમ બેન્ડ પાસે, સુભાષનગર, લિંબાયત તથા જલગાંવ મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી એક લોખંડના ધાતુની દેશી હાથ બનાવટની પિસ્ટલ, બે જીવતા કાર્ટીઝ, બે મોબાઈલ ફોન તથા બાઈક મળી કુલ 65 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, નંદાબેન મોરેને તેના પતિ વિનોદ મોરે સાથે છુટાછેડા લેવા બાબતે તકરાર ચાલતી હતી. જેથી વિનોદ મોરેએ તેના મિત્ર રવિન્દ્ર રધુનાથ યેશેને પોતાના ગામમાંથી પિસ્ટલ તથા છ જીવતા કાર્ટીઝની વ્યવસ્થા કરી આપી હતી. તથા સુરતમાં બાઈકની વ્યવસ્થા કરી આપી હતી. અને વિનોદે પોતાની પત્ની નંદાને જાનથી મારી નાખવાનું કહ્યું હતું. આથી રવિન્દ્ર રધુનાથ યેશેએ સુરત ખાતે આવી સુરતમાં રહેતા પોતાના ગામના નરેન્દ્ર ઉર્ફે મયુર જાદવની સાથે મળી બાઈક ઉપર સવાર થઇ 26 ફેબ્રુઆરીએ સાંજે પાંડેસરા બમરોલી રોડ આર્શિવાદ ટાઉનશીપ ગેટ નં:-૧ ની સામે નંદા મોરે ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરી નાશી ગયા હતા. પરંતુ તે સમયે નંદા મોરે બચી ગઈ હતી. જેથી વિનોદ મોરેના કહેવાથી બન્ને આરોપીઓ 12 માર્ચે સાંજે માન દરવાજા બમ્બા ગેટની બાજુમાં રોડ ઉપર ફરી વખત નંદાબેન મોરે ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હતી.

15 દિવસ સુધી મહિલાને ખબર જ નહીં પડી કે શરીરમાં ગોળી છે
આ મહિલાનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે પહેલાથી જ તેના શરીરમાં ગોળી હોવાનું બહાર આવ્યું હતું. આ મહિલાએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા તેઓ બમરોલી રોડ ખાતે હતા ત્યારે તેમને કંઇક વાગ્યું હતું. ત્યારે તેમને લાગ્યું હતું કે કોઇ ટાયર ફાટ્યું હશે અને પથ્થર સાથળના ભાગમાં ઘૂસી ગયો હશે એટલે તેમણે સ્થાનિક ડોક્ટર પાસે ટાંકા લઇ લીધા હતાં. જો કે, ત્યારબાદ તેમને કોઇ દુ:ખાવો નહીં થતા બધુ સામાન્ય હોય તેમ લાગ્યું હતું પરંતુ જ્યારે તેનો એક્સરે લેવામાં આવ્યો ત્યારે આ ખુલાસો થયો હતો.

Most Popular

To Top