સુરત: વરાછા (Varacha) હીરાબાગ વિઠલનગર સામે એક દોડતી વોટ્સ વેગન કારમાં (Car) અચાનક આગ (Fire) ફાટી નીકળતા રાહદારીઓ આશ્ચર્યમાં ડપી ગયા હતા. એટલું જ નહીં પણ લોકોએ ઘટનાને ગંભીરતા થી તાત્કાલિક કારમાંથી એક બાળક સહિત ચાર જણા ને બહાર કાઢી બચવી લીધા હતા. એટલું જ નહીં પણ ફાયર ને જાણ કરતા ફાયરના જવાનો (Firefighters) સમય સર ઘટના સ્થળે દોડી આવી બર્નિંગ કારની આગને કાબુમાં લેવામાં સફળ રહ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાય ન હતી. કાર સવાર ચારેય કડોદરાથી કતારગામ આવી રહ્યા હતા.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રીના 12:34 ની હતી. એક દોડતી કારમાં આગ લાગી હોવાનું અને એમાં ચાર જણા સવાર હોવાની માહિતી મળતા કાપોદ્રા ફસાયર સ્ટેશનના જવાનોને કોલ અપાયો હતો. એટલું જ નહીં પણ સમયસર સ્થળ પર દોડી જઇ ફાયરના જવાનોને બર્નિંગ કારની આગને કાબુમાં લેવામાં સફળ રહ્યા હતા. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જોકે કોઈ જાનહાની નોંધાય ન હતી.
મૌલિક કુકડીયા (નજરે જોનાર) એ કહ્યું હતું કે ક્રિકેટ રમી ને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક એક કાર નંબર GJ5JE3170 વોટ્સ વેગન કાર ના બોનેટમાંથી ધુમાડો નીકળતા જોઈ બુમાબુમ કરી દીધી હતી. કાર ચાલકનું પણ સમયસર ધ્યાન પડતા એને કાર રોડબાજુ એ ઉભી કરી દીધી હતી. મિત્રોની મદદથી એક બાળક સહિત ત્રણ યુવકોને તાત્કાલિક બહાર કાઢી લીધા હતા. આગ ઉગ્ર બને એ પહેલાં ફાયર ને જાણ કરતા ફાયરના જવાનોએ દોડી આવી આગ કાબુમાં લઈ લીધી હતી.
રોજી વડીયા (ફાયર ઓફિસર કાપોદ્રા) એ જણાવ્યું હતું કે ઘટના સ્થળ પર કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા. જોકે સ્થળ પર ગયા બાદ આગ કન્ટ્રોલ હતી. પરંતુ બોનેટમાંથી ધુમાડા નિકળતા હતા. એટલે બોનેટ ખોલી પાણીનો મારો કરી કુલિંગ કામગીરી કરી પરત ફર્યા હતા. માત્ર એન્જીનમાં જ નુકશાન થયું હતું.
રસિકભાઈ જાદવભાઈ મોરડીયા (કાર માલિક) એ જણાવ્યું હતું કે તેઓ કતારગામની કિરણ હોમમાં રહે છે અને હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શનિવાર ની રાત્રે કડોદરા કાકા ને ત્યાંથી પરત ફરતા અચાનક કારમાંથી ધુમાડો નીકળતા ભય નો માહોલ ઉભો થયો હતો. જોકે રોડબાજુએ ઉભી કરી બહાર નીકળી ગયા હતા. ફાયરના જવાનોએ કારમાં કુલિંગ કરી આગ કંટ્રોલ કરી હતી. કાર 2013 ડીઝલ મોડલ હતું.