સુરત: (Surat) રિંગરોડની ચામુંડા હોટેલની પાસે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ પોલીસ ફરિયાદ થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) દાખલ કરાયા હતા. ત્યાં પણ મારામારી (Fighting Blows) થતાં બીજી એક ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ વરાછા ટાઈગર કોલોનીની બાજુમાં ત્રિકમ નગર-૧ શણગાર પેલેસમાં રહેતા શૈલેન્દ્ર અશોકભાઈ રાવલ ઓટોમોબાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. થોડા દિવસ પહેલા તેઓની રોહિત શિવરામ શર્મા અને સુભાષ કેશવલાલ રાવલ નામના વ્યક્તિની વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં સુભાષભાઇને સ્મીમેરમાં સારવાર માટે લઇ જવાયા હતા. સુભાષબાઇના સંબંધી શૈલેન્દ્ર રાવલ પણ સુરત સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં રોહિત શર્મા પણ આવી ગયો હતો. અહીં રોહિત શર્માએ બીજા બે યુવકોને બોલાવીને શૈલેન્દ્રને જૂના ઝઘડાની અદાવત રાખીને માર માર્યો હતો. હુમલો (Attack) કરનારા તેમજ ઇજાગ્રસ્ત બંને એક જ જ્ઞાતિના હતા. આ બાબતે પોલીસે હુમલો કરનાર ધર્મરાજ નામના યુવકની ધરપકડ કરી હતી.
રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી મુસાફરોની રોકડ ચોરતો આરોપી ઝડપાયો, 11 ગુના ઉકેલાયા
સુરત : એસઓજીની ટીમને ભેસ્તાન આવાસમાં બિલ્ડિંગ નં. સી/૧ પાસે રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસીને પેસેન્જરોની નજર ચુકવી રોકડની ચોરી કરતો આરોપી છુપાયો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી અસ્લમુદ્દીન ઉર્ફે મનુ રફીકુદ્દીન કાઝી (ઈનામદાર) (ઉ.વ.૨૯, રહે. ડિડોલી- ભેસ્તાન SMC આવાસ બિલ્ડિંગ નં.સી/૧ તથા હાલ રહે. ઘર નં.૭૧૧, સી-સીટી સેવન સોસાયટી, ડાભેલ જિ.સુરત) ને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, ગઇ તા 28 ફેબ્રુઆરી 2022 ના રોજ તેના મિત્રો સરફુદ્દીન ઉર્ફે સમીર ઉર્ફે ભુરીયો આરીફ શેખ, પવન ગુપ્તા તથા મોસીન ઉર્ફે ચીહ્ન મુઝફરઅલી સાથે એક પેસેન્જર રીક્ષા લઈ ફરતા હતા. તે દરમ્યાન સુરત બસ સ્ટેન્ડ મોહન મિઠાઈની પાસેથી એક પેસેન્જરને રીક્ષામાં પાછળ વચ્ચે બેસાડી તેની નજર ચુકવી તેની પાસેના રોકડ રૂપિયા 16 હજારની ચોરી કરી હતી.
લિંબાયતમાં દબાણકર્તાએ મનપાની ટીમને આત્મવિલોપન ચીમકી
સુરત : શહેરમાં રોજે રોજ દબાણકર્તા વધી રહ્યાં છે. રસ્તા પરના દબાણો લોકો માટે માથાનો દુખાવો બની રહ્યાં છે જો કે મનપા દ્વારા જયારે દબાણ હટાવવામાં આવે છે ત્યારે મનપાના સ્ટાફ પર હુમલાના બનાવો સામાન્ય બની ગયા છે. ગુરુવારે મનપાના સ્ટાફ પર લિંબાયત ઝોનના ખરવાસા રોડ પર હુમલો થયા બાદ સતત બીજા દિવસે અ આજ ઝોનમાં આંજણા રેલવે ઓવરબ્રિજ નીચે ફર્નિચરવાળાનું દબાણ હટાવવા ગયેલી ટીમ સામે દબાણકર્તાઓએ દાદાગીરી કરી હતી. તેમજ દબાણકર્તાએ જ ફર્નિચરમાં ટેબલમાં ઉપયોગમાં લેવાતા કાચ તોડી નાંખ્યા હતા. તો અન્ય એક જણાએ શરીરે કેરોસીન છાંટી સળગવાની ધમકી આપતા પોલીસ દોડી આવી હતી. આખરે બળ પ્રયોગ કરીને દબાણ દૂર કરાયું હતું.