સુરત: સુરત (Surat)ના કાપડ ઉદ્યોગ (Textile)માં સિન્થેટીક, નાયલોન, વિસ્કોસ ફેબ્રિક્સ (Fabrics)ની સાથે ઇમ્પોર્ટેડ યાર્ન (Yarn)માંથી બનતા ડિઝાઇનર ફેબ્રિક્સનું ઉત્પાદન થાય છે. વિતેલા બે દસક દરમિયાન ફેબ્રિક્સ પર વેલ્યૂ ઍડિશન ક્ષેત્રે સુરતે હરણફાળ ભરી છે.
વિવિધ પ્રકારના યાર્નને મિક્સ કરીને બનાવવામાં આવતાં બ્લેન્ડેડ ફેબ્રિક્સનો પણ અહીં ઉપયોગ વધ્યો છે. સુરતના લક્ષ્મીપતિ ગ્રુપ દ્વારા મક્કાઇમાંથી યાર્ન શોધાયાના 3 વર્ષ પછી હવે ઓસ્ટ્રિયા (Austria)એ નારીયેળીના ઝાડમાંથી ટેન્સેલ ફિલામેન્ટ યાર્ન (Tensely filament yarn) શોધ્યું છે. સુરતના વિવિંગ ઉદ્યોગો હવે વિગન ફેબ્રિક્સ (Vegan fabrics) (કોઇપણ પ્રકારના જીવંત કિડાને માર્યા વિના રેશા બનાવવાની પ્રક્રિયા) બનાવવાનું શરૂ કર્યું છે. સુરતમાં સાદા પાવરલૂમ રેપીયર અને એરજેટ જેવા હાઇસ્પિડ લૂમ્સ પર ટેન્સેલ લક્સ ફિલામેન્ટ યાર્નમાંથી સિલ્કી રેશમ જેવું ટેન્સેલ ફેબ્રિક્સ બનાવવાનો પ્રયોગ સફળ રહ્યો છે.
સુરતના વિવિંગ ઉદ્યોગના અગ્રણી આકાશ મારફતિયાએ જણાવ્યું કે, ટેન્સેલ ફેબ્રિક્સ સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને નવી દિશા આપી શકે છે. ટેન્સેલ ફેબ્રિક્સ તેની સસ્ટેનિબિલિટી (ટકાઉપણા) માટે જાણીતું છે. ટેન્સેલ એક માનવસર્જિત ફાયબર છે. જે લાકડાના પલ્પમાં મળતા કુદરતી સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવે છે. ટેન્સેલ ફેબ્રિકસના ઉત્પાદનમાં વપરાતી નીલગિરી ટેન્સેલ ફેબ્રિકસ માટે વપરાતા ફાઇબરને લાયોસેલ કહેવામાં આવે છે. ટેન્સેલ ફેબ્રિકસ ઍ લાયોસેલ ફેબ્રિકસ તેમજ વિગન ફેબ્રિક્સ તરીકે પણ ઓળખાય છે. આ યાર્નમાંથી એક્સક્લૂસિવ ફેબ્રિકસ ઉપરાંત વેલ્યૂ એડિશન અને ઍમ્બ્રોઇડરી, ડિજિટલ પ્રિન્ટ, ડિઝાઇનર ગારમેન્ટ્સ અને ડ્રેસ, લહંગા માટે ટેન્સેલ ફેબ્રિકસનો ઉપયોગ થઈ શકે છે. સુરતમાં હાલમાં ટેન્સેલ યાર્નનો વાર્ષિક 20/25 ટન જેટલો વપરાશ છે.
સુરતનું પાણી ભેજવાળું હવામાન માફક રહેતા ટેન્સેલ ફિલામેન્ટ યાર્નને એન્ટીબેક્ટેરિયલ ફેબ્રિક્સમાં કન્વર્ટ કરવામાં સફળતા મળી
સિલ્કી રેશમ જેવું ટેન્સેલ ફેબ્રિકસ સુપર સોફ્ટ છે તે અન્ય ફાયબરની જેમ જે બ્રેથેબલ અને સંપૂર્ણપણે બાયોડિગ્રેડેબલ છે. તે વિવિધ આકર્ષક રંગોમાં આવે છે. ટેન્સેલ અન્ય સેલ્યુલોઝિક્સ અને પોલિએસ્ટરની તુલનામાં નોંધપાત્ર રીતે વધારે શક્તિ દર્શાવે છે. ઇકો ફેબ્રિકસ કપાસ કરતાં વધારે ભેજ શોષણ કરે છે. તેની ભેજ વ્યવસ્થાપન ક્ષમતાને લીધે ટેન્સલ એન્ટી બેક્ટેરિયલ પણ છે. તેની નરમાઈને કારણે તે અન્ય તંતુઓ સાથે સરળતાથી ભળી શકે છે. લાયોસેલનું અન્ય તંતુઓ સાથેનું મિશ્રણ ફિનિશ્ડ ફેબ્રિકસની વ્યાપક શ્રેણીમાં પરિણમે છે તે મશીન વોશ અને ડ્રાઇ ક્લીન થઈ શકે છે. આગામી સમયમાં ટેન્સેલ ફેબ્રિકસ સિલ્કનો વિકલ્પ બની શકે છે.
ટેન્સેલ ફિલામેન્ટ યાર્નમાંથી આ પ્રકારના ફેબ્રિક્સ બને છે
- ટેન્સેલ ફિલામેન્ટ યાર્નમાંથી રમત-ગમતના વસ્ત્રો તૈયાર થાય છે.
- ટેન્સલ ફેબ્રિક્સનો ઉપયોગ મહિલાઓના વસ્ત્રો, ડેનિમ, સૂટ વગેરેમાં થાય છે. પુરુષોના વસ્ત્રોમાં, તેનો ઉપયોગ ગોલ્ફ શર્ટ તરીકે થાય છે. તેનો ઉપયોગ ટુવાલ, ચાદર, ગાદી અને ગાદલાના કેસના ઉત્પાદનમાં પણ થાય છે. આ સાથે જ તેનો ઉપયોગ ઉત્તમ ગુણવત્તાના કપડાં, બ્લાઉઝ, સ્ટેક્સ, જિન્સ, શર્ટ અને સોફટ ડેનિમમાં પણ થાય છે.
- ઔદ્યોગિક ક્ષેત્રે ટેન્સેલનો ઉપયોગ કન્વેયર બેલ્ટ, અલ્ટ્રા લો ટાર સિગારેટ ફિલ્ટર્સ, પ્રિન્ટર ધાબળા કાર્બન શિલ્ડ્સ, સ્પેશિયાલિટી પેપર્સ અને મેડિકલ ડ્રેસિંગ્સમાં થાય છે.
- ટેન્સેલનો ઉપયોગ ટેકનિકલ ટેક્સટાઈલ, નોન-વુવનમાં થાય છે, બેટરી સેપરેશન અને કોટિંગ સબસ્ટ્રેટમાં પણ તે ઉપયોગી છે.