સુરત: (Surat) કોરોનાકાળ વખતે સુરત મનપાનું હદ વિસ્તરણ (Extent Expansion) થયું હતુ જેમાં પુર્ણમાં કામરેજ અને દક્ષિણમાં સુરત-કડોદરા રોડના અનેક વિસ્તારો પણ મનપામાં (Corporation) સમાવિષ્ટ કરાયા હતા. જે તે વખતે નવા વિસ્તારોને તેની નજીકના ઝોનમાં ભેળવી દેવાયા હતા પરંતુ તેમાં થોડી કચાસ રહી ગઇ હતી. જે દૂર કરવા વરાછા ઝોન-એ, બી અને કતારગામ ઝોનના વિસ્તારોમાં થોડા ફેરફાર કરાયા છે. જેમાં કતારગામ ઝોનમાં તાપી નદીના ઉત્તર ભાગમાં આવતા તેમજ મનીષા ગરનાળાની સામે પારના વિસ્તોર વરાછા ઝોન-બીમાં અને વરાછા ઝોન-બીમાં સામેલ સુરત-કડોદરા રોજને લાગુ તેમજ પુણા વિસ્તાર વરાછા ઝોન-એમાં સામેલ કરી દેવાયા છે.
- કતારગામ ઝોનના નદી પારના ચાર વિસ્તારો વરાછા ઝોન-બીમાં અને વરાછા-બીના અમુક વિસ્તારો એ ઝોનમાં ભેળવાયા
- હદ વિસ્તરણ વખતે જે તે ઝોનમાં નજીકના વિસ્તારો સમાવતી વખતે રહી ગયેલી કચાસ વહીવટી સરળતા માટે દુરસ્ત કરવા પ્રયાસ
- પુણા, સારોલી, સણીયા-હેમાદ અને કુંભારીયા તેમજ સુરત-કડોદરા રોડનો ઉતર બાજુનો તમામ ભાગ વરાછા ઝોન-એમાં ભેળવાયો
ઝોનમાં કરાયેલા નવા ફેરફાર મુજબ હદ વિસ્તરણ બાદ સુરતમાં સમાવિષ્ટ થયેલા વરાછા ઝોન-બીમાં સમાવેશ કરાયેલા સુરત-બારડોલી રોડને લાગુ સણિયા-હેમાદ, સારોલીનો અમુક ભાગ, કુંભારીયા તેમ સુરત-કડોદરાની ઉત્તરનો વિસ્તાર વરાછા ઝોન-એમાં ઉમેરી દેવાયો છે. ઉપરાંત આખો પુણા વિસ્તાર પણ વરાછા ઝોન-બીમાંથી વરાછા ઝોન-એમાં ઉમેરી લેવામાં આવ્યો છે. આવી જ રીતે કતારગામ ઝોનમાં સામેલ તાપી નદીના ઉત્તરના નવા વિસ્તારો તેમજ મનીષા ગરનાળા પછીનો વિસ્તાર એટલે કે રેલવે લાઇનની પુર્વ તરફનો ટીપી સ્કીમ નં-27 ઉત્રાણ-કોસાડ, ટીપી સ્કીમ નં-73 ઉત્રાણ, કોસાડ ગામનો કેટલોક વિસ્તાર તેમજ રેલવે લાઇનની પુર્વ તરફનો ઉત્રાણ ગામતળ, કોસાડ ગામતળ, કોસાડ-ભરથાણા,ગોથાણ અને ઉમરા વગેરે નવા સમાવિષ્ટ ગામોને વરાછા ઝોન-બીમાં ઉમેરી લેવામાં આવ્યા છે.
આગને કાબુમાં લેવા સુરત મનપાએ રૂ.1.25 કરોડનું અલ્ટ્રા હાઈ પ્રેશર કટિંગ મશીન ખરીદ્યુ
સુરત: સુરત મનપા દ્વારા ફાયર વિભાગને સજ્જ કરવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં તક્ષશીલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં વધુ સાધન સામગ્રી વસાવવામાં આવી રહી છે. જે અંતર્ગત હવે રાજ્યમાં સૌ પ્રથમ સુરત શહેરમાં અલ્ટ્રા હાઈ પ્રેશર કટિંગ અને પીઅર્સીંગ ફાયર ફાઈટીંગ સિસ્ટમ સુરત મનપાએ વસાવી છે. જેનો ઉપયોગ માર્કેટ અને ગોડાઉનમાં ભીષણ આગ ઉપર ઝડપથી કાબુ મેળવવા માટે કરવામાં આવશે. અલ્ટ્રા હાઈ પ્રેશર કટિંગ અને પીઅર્સીંગ ફાયર ફાઈટીંગ સિસ્ટમમાં ફાયર એન્જિન સાથે એક્સ્ટ્રા સાઈડ પંપ આપવામાં આવશે. આ પંપ સાથે પાયરોજેટ કંટ્રોલ યુનિટ જોડાણ કરવામાં આવે છે અને તેની સાથે અલ્ટ્રા હાઈ પ્રેશર પીઅર્સીંગ નોઝલ સાથે કનેક્ટ કરી ફાયર ફાઈટીંગ કરવાના સમયે 130 બારનું પ્રેશર એપ્લાય કરી બંધ દુકાનોના શટર, કન્ટેનર, કન્ફાઈન્ડ સ્પેસની ફાયરમાં હોલ કરીને ફાયર ફાઈટિંગ કરી શકાશે.