SURAT

ધો.12 પરીક્ષા: સુરત શહેર જિલ્લામાં સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનાં 70 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સુરત: (Surat) રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૧૨ (STD 12) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા (Exam) ૧ જૂલાઇથી લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજયનાં (Gujarat) સૌથી વધુ સુરત શહેર-જિલ્લાના કુલ 70 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહમાં 53 હજારના 17 હજાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ હશે. પરીક્ષાની તારીખ જાહેર થતાં જ 12માં ધોરણના વિદ્યાર્થીઓએ (Students) પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ સુરત જિલ્લાનાં સ્વનિર્ભર શાળા સંચાલક (School administrator) મહામંડળ દ્વારા પરીક્ષાનાં આયોજન માટે તૈયારી કરવા સજ્જ હોવા ઉપરાંત સરકારના પરીક્ષા ‌લેવાનાં નિર્ણયને યથાયોગ્ય ગણાવ્યો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા પરીક્ષાનાં કાર્યક્રમને કોરોનાની મહામારીને કારણે મોકુફ રાખવામાં આવી હતી. જો કે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં રાજયમાં ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આ‍તા સંચાલકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહત અનુભવી છે. છેલ્લા ઘણા મહિનાથી પરીક્ષા લક્ષી તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ બોર્ડના પરીક્ષા લેવાના આયોજનને યોગ્ય ગણાવ્યુ હતુ.

આ અંંગે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રવકતા ડો. દિપક રાજયગુરુએ જણાવ્યુ હતુ, કે કેબીનેટ બેઠકમાં ચર્ચા વિચારણાને અંતે આખરે ૧ જૂલાઇ ૨૦૨૧ ધોરણ-૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે. જે રીતે સરકારે પરીક્ષા લેવાની તૈયારી દર્શાવી છે, તેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ પરીક્ષાનું શ્રેષ્ઠ આયોજન થાય, વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત ન થાય, એસ.ઓ.પીનું પાલન થાય તેની કાળજી રાખશે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં પુરતી વ્યવસ્થા ઉભી કરવાની અમારી તૈયારી છે.

વિદ્યાર્થીઓના હિતમાં મંડળ દ્વારા જે ચર્ચાઓ કરવામાં આવી રહી હતી તેનો અંત આવ્યો છે. વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની ૫૦ માર્કસના એમસીક્યુઆર બાકીના ૫૦ ગુણ થિયરી મુજબ પરીક્ષા લેવામાં આવશે. જયારે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ૧૦૦ માર્કસની થિયરી પરીક્ષા માટે મંડળ સંપૂર્ણ સહમત છે. આ પરીક્ષા વ્યવસ્થાથી વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ મૂલ્યાંકન થશે, સાથે જ પ્રવેશ સહિતની સમસ્યાઓ પણ નિવારી શકાશે. ઉલ્લેખનીય છે કે જૂલાઇથી પરીક્ષા શરૂ થનાર હોવાથી સંભ‍વત ઓગષ્ટ મહિનામાં પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે. જેથી સાયન્સ અને સામાન્ય પ્રવાહની કોલેજોની પ્રવેશ પ્રક્રિયા લાંબી ચાલશે તેવું લાગી રહ્યું છે.

Most Popular

To Top