સુરત: યુવતીની છેડતી કરતા રોકતાં અસામાજીક તત્વોએ પિતાને એટલા ઘા માર્યા કે તે જોઈ પુત્ર ધ્રૂજી ઉઠ્યો

સુરત: (Surat) સુરતના પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી (Eve Teasing) કરતા અસામાજિક તત્વોને ઠપકો આપતા ત્રણ જેટલા ઇસમો દ્વારા પિતા-પુત્ર (Father Son) સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરાયો હતો. જો પૈકી વૃદ્ધને 20થી વધુ ઘા મારી મોતને ઘાટ (Murder) ઉતારી દેવાયો હતો. એટલું જ નહીં પણ હુમલાખોરોએ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને પણ અનેક ઘા મારતા હાલ પુત્ર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઇજાગ્રસ્ત દીકરાએ કહ્યું હતું કે તેના પિતાને પશુની જેમ કાપતા જોઈ રુંવાટા ઉભા થઇ ગયા હતા, તેના પિતાને એક પર એક ઘા મારનારા હુમલાખોરોને તેમની ઉપર દયા પણ આવી ન હતી.

સુરતના પર્વતગામ વિસ્તારમાં આવેલા મમતા સિનેમા પાસે કેટલાક અસમાજિક તત્વો દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી. દરમ્યાન વચ્ચે પડેલા પિતા, પુત્ર અને તેમના મિત્ર પર છેડતી કરનારાઓે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. શિવાભાઈ અને એમના દીકરાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા શિવાભાઈને મૃત જાહેર કરાયા હતાં. જ્યારે યશવંતની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર 3-4 જણા હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા શિવાભાઈ નિકમ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારજનોનું ગુજરાન ચલાવતા હતા. ગત મોડી સાંજે શિવાભાઈ તેમના પુત્ર યશવંત અને મિત્ર સાથે પર્વત ગામ વિસ્તારમાં આવેલ મમતા ટોકીઝ પાસે નાસ્તાની લારી પર ઉભા હતા. આ દરમિયાન પાસે જ નાસ્તો કરી રહેલા કેટલાક અસામાજિક તત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપ્યો હતો. ત્યારે આ અસમાજિક તત્વોએ એમની પર હુમલો કર્યો હતો. ત્રણેયને લાફા મારી પિતા-પુત્રને ઉપરા ઉપરી ઘા મરાયા હતા.  નજર સામે પુત્રને ચપ્પુના ઘા મારનાર તત્વોને અટકાવવા જતા શિવાભાઈને 20 થી વધુ ઘા મરાતા તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. હિંસક હુમલા બાદ હુમલાખોર ભાગી ગયા હતા. આ મામલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top