સુરત: (Surat) કોવિડ સંક્રમણને નાથવા માટે તંત્ર દ્વારા શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ (Entry Exit Points) પર સઘન ટેસ્ટિંગ ઝૂંબેશ ચલાવી હતી. કોરોનાની બીજી લહેરમાં શહેર બહારથી આવનારાઓ કોરોના સંક્રમણના કેરીયર હોવાની શક્યતા વધુ પ્રમાણમાં હોય, બહારથી આવનારા તમામનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા રેલવે સ્ટેશન, (Railway Station) એરપોર્ટ, (Airport) તમામ ચેકપોસ્ટ (Checkpost) પર ટીમો તૈનાત કરીને ટેસ્ટિંગ (Testing) કરવામાં આવતું હતું. જેમાં પણ ઘણા કોવિડ પોઝિટિવ કેસ (Positive Case) મળી આવ્યા હતાં. મનપા દ્વારા 15 એપ્રિલ થી આજદિન સુઘીમાં કુલ 2,53,089 ટેસ્ટ જુદા જુદા એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર કરાયાં હતાં. જેમાં કુલ 7081 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.
- સૌથી વધુ વાલક ચેકપોસ્ટ પરથી 2767 પોઝિટિવ કેસ મળ્યા
- રેલવે સ્ટેશન, એરપોર્ટ, (Airport) તમામ ચેકપોસ્ટ પર ટીમો તૈનાત કરીને ટેસ્ટિંગ કરવામાં આવતું હતું
- 15 એપ્રિલ થી આજદિન સુઘીમાં કુલ 2,53,089 ટેસ્ટ જુદા જુદા એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર કરાયાં
- સ્થળ ટેસ્ટિંગ પોઝિટિવ દર્દી
- એરપોર્ટ 32,161 279
- બસ ડેપો,સેન્ટ્રલ 22,552 595
- બસ ડેપો,અડાજણ 6,118 88
- જહાંગીરપુરા ચેકપોસ્ટ 14,347 477
- પલસાણા ચેકપોસ્ટ 23,296 448
- વાલક ચેકપોસ્ટ 51,043 2767
- સારોલી ચેકપોસ્ટ 25,686 751
- સાયણ ચેકપોસ્ટ 11,402 772
- રેલવે સ્ટેશન 66,484 904
- કુલ 2,53,089 7081
શહેરમાં 157 મેટ્રિક ટનની ડિમાન્ડ સામે 140 મેટ્રિક ટન ઓક્સીજન સપ્લાય
- ઓક્સીજનની ડિમાન્ડમાં ઘટાડો થતા પરિસ્થિતિ સામાન્ય બનવા તરફ પણ તંત્રએ ડિમાન્ડ કરતાં સપ્લાય ઓછો જ આપવાનું નક્કી કરી લીધું
સુરતઃ શહેરમાં ઓક્સીજનની ડિમાન્ડમાં (Oxygen Demand) હવે ઘણા અંશે ઘટાડો થતા પરિસ્થિતિ સામાન્ય બનવા તરફ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તંત્રએ જાણે ડિમાન્ડ કરતા સપ્લાય ઓછો જ આપવો તેવું નક્કી કરી લીધું છે. આજે શહેરમાં ઓક્સીજનની ડિમાન્ડ વધુ ઘટીને 157 મેટ્રિક ટન હતી. જેની સામે 140 મેટ્રિક ટન સપ્લાય પુરો પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં હવે ગંભીર દર્દીની સંખ્યા ઘટવા પામી છે. જેને કારણે ઓક્સીજનની ડિમાન્ડ ઓછી થઈ છે. નવી સિવિલમાં જ્યાં એક તબક્કે ઓક્સીજનની ડિમાન્ડ 70 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી. ત્યાં હાલ માંડ 45 મેટ્રિક ટન ઓક્સીજન વપરાય છે. જ્યારે શહેરભરમાં 230 મેટ્રિક ટનની ડિમાન્ડ હતી જે ઘટીને 157 સુધી પહોંચી ગઈ છે. આગામી અઠવાડિયાના અંત સુધીમાં ઓક્સીજનની ડિમાન્ડ હજી ઘટીને 100 મેટ્રિક ટનની આસપાસ આવી રહેશે તેવી આશા સેવાઈ રહી છે.