SURAT

સુરત: સચિન જીઆઈડીસીમાં વીજ ધાંધિયા : છેલ્લા 3 વર્ષથી વીજ સબસ્ટેશનની માંગ

સુરત: સચિન જીઆઈડીસીમાં આવેલા મોટા ઇન્ડસ્ટ્રિયલ પ્લોટના વિભાજન પછી ઉદ્યોગોના વિસ્તરણ સાથે વીજ પ્રવાહની માંગ સતત વધી રહી છે. જીઆઇડીસીમાં છેલ્લાં ત્રણ વર્ષથી વીજલોડ વધવા સાથે નવા સબ સ્ટેશન માટે કોમર્શિયલ પ્લોટની માંગણી ઉદ્યોગ સંગઠનો છેલ્લાં ત્રણ વર્ષથી કરી રહ્યા હોવા છતાં નિગમ દ્વારા જેટકોને પ્લોટની ફાળવણી નહીં કરવામાં આવતાં ઉદ્યોગકારોમાં નારાજગી ફેલાઇ છે. સચિન ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ રમા મહેન્દ્ર રામોલિયાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીઆઇડીસીના એમડી એમ.થેન્નારાસનને આવેદનપત્ર મોકલી જીઆઇડીસીમાં આવેલા વાણિજ્ય પ્લોટ નં.સીએમ-1માં નવું 66 કેવીનું સબ સ્ટેશન બનાવવા માંગ કરી છે. ઉદ્યોગકારોના એક્સપાન્શનને કારણે વીજ માંગ સતત વધી રહી છે. અહીં માત્ર ચાર સબ સ્ટેશન હોવાથી ચારેય સબ સ્ટેશન ઓવરલોડ થઈ ગયાં છે. પણ નિગમે નવા સબ સ્ટેશન માટે પ્લોટની ફાળવણીની માંગને ધ્યાનમાં લીધી નથી.

સચિન જીઆઈડીસીમાં આવેલાં ચારેય સબ સ્ટેશન (a,b,c અને d) છેલ્લાં ત્રણ વર્ષથી ઓવરલોડ ચાલી રહ્યાં છે. જેથી વારંવાર વીજ અવરોધ, પાવરની સમસ્યા નડે છે. ઉદ્યોગોને સમયસર વધારાનો લાડ મળતો ન હોવાથી પ્રોડક્શન લોસ પણ થઈ રહ્યો છે. ઉદ્યોગોની વીજ માંગને પહોંચી વળવા કોમર્શિયલ હેતુનો પ્લોટ ફાળવવા જીઆઇડીસી એમ.ડી.ને રજૂઆત થઇ છે. નવેમ્બર-2017માં જેટકો કંપની દ્વારા નવાં ૬૬ કેવી સબ સ્ટેશનના સ્થાપન માટે જીઆઇડીસી નિગમ સમક્ષ વાણિજ્યિક પ્લોટ સીએમ-વનની માંગણી કરી હતી. પરંતુ હજુ સુધી નિગમ તરફથી જેટકોને આ પ્લોટની ફાળવણી થઇ નથી.

સચિન જીઆઈડીસીમાં વીજળીનાં ધાંધિયા અંગે ડીજીવીસીએલને ફરિયાદ કરાઈ

સુરત: સચિન જીઆઈડીસીમાં કેટલાક દિવસોથી A સબ-સ્ટેશનમાંથી નીકળતાં 18 જેટલા ફિડરોમાં પાવર કલાકો સુધી જવાનું પ્રમાણ અને ટ્રીપિંગની સમસ્યા ઘણી વધી ગઈ છે. ત્યારે આજે સોસાયટીના માજી પ્રમુખ નિલેશ ગામી અને અને માજી સેક્રેટરી મયૂર ગોળવાલા દ્વારા ડીજીવીસીએલના એમડીને ફરિયાદ કરી નિયમિત પાવર આપવા માંગણી કરાઈ હતી.
જીઆઈડીસીમાં તમામ પેનલો ઓવરલોડ ચાલી રહી છે. એટલું જ નહીં, કેટલાક A સબ-સ્ટેશનના ફિડરોમાં છેલ્લા સાત દિવસમાં પાંચ દિવસ પાવર કટ થયો, જેના કારણે ઉદ્યોગકારોના વેપાર-ધંધા અટવાઈ રહ્યા છે અને ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે.

A સબ-સ્ટેશનમાં પાવર વધારે પ્રમાણમાં જઈ રહ્યો છે. જેની ફરિયાદ શુક્રવારે ડીજીવીસીએલના ચીફ એન્જિનિયર તન્ના તથા અધિક્ષક ઈજનેર બી.કે.પટેલ અને કાર્યપાલક ડી.ડી.પટેલને કરવામાં આવી છે. આ સાથે જેટકોના કાર્યપાલક મેડમ પન્નાને પણ ફરિયાદ કરાઈ છે. અધિકારીઓએ સબ-સ્ટેશનમાં પાવર જવાની સમસ્યાનું નિરાકરણ જલદી લાવવા આશ્વસન આપ્યું છે. વધુમાં A સબ-સ્ટેશનમાં પાવર કટની સમસ્યાનું નિરાકરણ કાયમી ધોરણે લાવવું હોય તો રોડ નં.2ના ખૂણે નવું પાંચમું E સબ-સ્ટેશન જલદીમાં જલદી બનાવવું ખૂબ જરૂરી બન્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top