SURAT

આઝાદી પછી સુરત અને તાપી જીલ્લામાં ભાજપનો પરચમ લહેરાયો : માનસિંહ પટેલ

સુરત: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Election) ભાજપે (BJP) આદિવાસી વોટ બેન્ક (Vote Bank) પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. આ વખતે ભાજપને 27 માંથી 23 બેઠકો મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ તથા પેજ સમિતિના પ્રણેતા અને કુશળ સંગઠક સી.આર.પાટીલની સટિક રણનીતિને આભારી છે. સુરત અને તાપી જીલ્લાની બેઠકો આદિવાસી બેઠકો માટે સુમુલ ડેરીના વર્તમાન પ્રમુખ અને માજી સાંસદ માનસિંહભાઈ પટેલ દ્વારા એક વર્ષ અગાઉથી તૈયારીના ભાગરૂપે બાજીપુરા મુકામે ભારતના કેન્દ્રિય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને 1.50 લાખ આદિવાસી પશુપાલકો માટે “સહકારથી સમૃદ્ધિ” સંમેલનનું સફળ આયોજન કરી સફળતાનો પાયો નાંખવામાં આવ્યો હતો.

ત્યારબાદ સુમુલ ડેરીમાં માનસિંહભાઈના વડપણ હેઠળના સ્વચ્છ, પ્રમાણિક અને કરકસરયુક્ત વહીવટને કારણે ગત 2 વર્ષો દરમ્યાન પશુપાલકોને ઐતિહાસિક ભાવવધારો આપવામાં આવ્યો હતો. જેને કારણે સુરત અને તાપી જીલ્લામાં આદિવાસી વોટ બેંક મજબૂજ બની હતી. સાથે સાથે સુમુલ દ્વારા “સહકારી સંમેલન”, પશુમેળાઓ, કાફરેલીઓ, જેવા કાર્યક્રમો આ તાલુકાઓમાં યોજવામાં આવ્યા હતા, જેને સુમુલના સભાસદો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.

સરકાર દ્વારા તાપી જિલ્લાના આદિવાસી સભાસદો માટે જીવાદોરી સમાન વ્યારા સુગર ફેક્ટરીને રૂ|.30 કરોડ જેટલી માતબર રકમની સહાય કરવામાં આવી અને એનું સુકાન ફરી એક વખત માનસિંહભાઈને સોંપવામાં આવ્યું. હાલ, આ સુગર ફેક્ટરીને તેના નિર્ધારિત સમયે શરુ કરવાનું કામ પુર જોશમાં ચાલુ છે.હાલમાં ખેડૂતોએ શેરડી નોંધવાનું શરુ કર્યું છે અને આ સુગર ફેકટરી શરુ થવાથી આદિવાસી સભાસદોનું શોષણ ચોક્કસ અટકશે. આજે સુમુલ ડેરીના કે જેના 70% સભાસદો આદિવાસી છે જેમના ખાતામાં દૈનિક ધોરણે 7 કરોડ ઉપરાંત રૂપિયાની ચૂકવણી થાય છે.આ વ્યવસ્થા હજારો પરિવારોના જીવનધોરણને ઉન્નત બનાવવામાં આશીર્વાદ રૂપ બની છે.

સુમુલ ડેરીને ઉર્જા ક્ષેત્રે સુમુલ ડેરીને ભારત સરકાર દ્વારા ઉર્જા બચત કામગીરી માટે પ્રથમ ક્રમાંકનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.આવનારા દિવસોમાં સુમુલ દ્વારા ઓર્ગેનિક લેબ, આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ, બટર કોલ્ડ સ્ટોરેજનું નિર્માણ જેવા કરોડના પ્રોજેક્ટની ભેટ તેના સભાસદોને આપશે.

Most Popular

To Top