સુરત: (Surat) હાલ ઈ વ્હીકલ્સના વપરાશનો વ્યાપ ખુબ જ વધી રહ્યો છે અને તેમાં આગ લાગવાની દુર્ઘટનાઓ પણ અનેક વાર સર્જાતી હોય છે. રવિવારે કાપોદ્રા વિસ્તારમાં ઉભેલા એક મોપેડમાં ટેક્નિકલ ખામી સર્જાતા તે ભડ ભડ સળગીને સંપૂર્ણ સ્ક્રેપમાં ફેરવાઈ ગયું હતું. બળીને ભડથું થઇ ગયેલા મોપેડને જોઈ લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચાલવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.
- બેટરી સંચાલિત મોપેડમાં ફરી આગ લાગવાની ઘટના, મોપેડ મિનિટોમાં સ્ક્રેપમાં ફેરવાઈ ગયું
- ભડભડ સળગતા મોપેડને જોઈ લોકોમાં આશ્ચર્ય સાથે બેટરી ઓપરેટેડ મોપેડની વિશ્વનિયતા પર શંકા
ફાયર સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે બપોરે કાપોદ્રા ફાયર સ્ટેશનની બરોબર પાછળ લક્ષ્મણનગર ચોકમાં રહેતા અને ઈ વ્હીકલ્સનો વપરાશ કરતા ધવલ કુકડિયાએ તેનું મોપેડ ઘર પાસે જ પાર્ક કર્યું હતું. પાર્ક કરેલા મોપેડમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. ફાયર ઓફિસર ધવલ મોહિતોએ જણાવ્યું હતું કે મોપેડની બેટરીમાં ટેક્નિકલ ખામી સર્જાતા આગ લાગી હતી.
સુરતમાં ઈ-વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન ખંડેર બન્યા
સુરત : સુરત મનપા દ્વારા દેશમાં પ્રથમ વખત ઇ-વ્હીકલ પોલીસી બનાવીને શહેરમાં ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરાયો છે. જો કે મનપા દ્વારા વિવિધ જગ્યાઓ પર જે ઇ-વ્હીકલ ચાર્જીગ સ્ટેશન બનાવાયા છે. તે ચલાવતી એજન્સીઓ દ્વારા સ્ટેશનો પર માણસો નહી મુકાતા હોવાથી ચાર્જીગ સ્ટેશન ધણી-ધોરી વગરના બન્યા છે. અને લોકો તેને ભળતો જ ઉપયોગ કરવા માંડયા છે. જે મુદ્દે સ્થાયી સમિતિમાં પણ એક સભ્ય દ્વારા રજુઆત થઇ હતી હવે જો મનપાનું તંત્ર સમસયસ નહી જાગે તો આ સ્ટેશનનોની હાલત પણ ખંડેર બનેલા સીટી બસ સ્ટેશનો જેવી થવાની શકયતા છે.