SURAT

રેલવે તંત્રનો સૂરત સાથે ક્રૂર મજાક, દુરંતો ટ્રેનનું સ્ટોપેજ આપવાની વાતને ફેરવી તોળ્યું

સુરત: (Surat) બે દિવસ પહેલા મુંબઇથી ઇન્દોર વચ્ચે દોડતી સ્પેશિયલ દુરંતો ટ્રેનને (Duronto Train) સુરત સ્ટોપેજ (Stopage) આપવાની વાતને ફેરવી તોળવામાં આવી છે. એક વખત દુરંતો ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાની જાહેરાત કરવામાં આવી અને બીજા દિવસે આ ટ્રેનનુ સ્ટોપેજ સુરતને નહીં મળે તેવી નવી જાહેરાત કરી દેવામાં આવી છે. આમ રેલવે દ્વારા સુરત સાથે ફરી એક વખત ખૂબ જ નિમ્નકક્ષાનો અન્યાય કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેમાં રજૂઆત કરવામાં સુરતના શાસકો ફરીવાર નબળા પૂરવાર થયા છે. આ ટ્રેનને વડોદરા, રતલામ અને ઉજ્જૈન સ્ટોપેજ આપવામાં આવ્યું હતું.

સુરત શહેરને સ્ટોપેજ આપવાની જાહેરાત કરાયા બાદ પશ્ચિમ રેલવે તંત્ર ફરી છે. તા. 18મી માર્ચથી મુંબઇ અને ઇન્દોર વચ્ચે દુરંતો સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન દર ગુરૂવારે અને શનિવારે મુંબઇથી રાત્રે 11 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.20 વાગ્યે ઇન્દોર પહોંચશે. બીજી તરફ ઇન્દોરથી આ ટ્રેન શુક્રવાર અને રવિવારે રાત્રે 11 વાગ્યે ઉપડશે, જ્યારે બીજા દિવસે સવારે સાડા આઠ વાગ્યે મુંબઇ પહોંચશે. મુંબઇ ઇન્દોર વચ્ચેની દુરંતો ટ્રેનને સુરત સ્ટોપેજ અપાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જો કે, શરૂઆતના સમયમાં પશ્ચિમ રેલવેએ આ રજૂઆતને માની લીધી હતી અને સુરતને સ્ટોપેજ આપવાનું કહ્યું હતું.

બે દિવસ બાદ પશ્ચિમ રેલવેએ ટ્રેનનો સમય અને તેના સ્ટોપેજ જાહેર કર્યા હતા. જેમાં સુરતનો ઉલ્લેખ કરાયો જ ન હતો. દુરંતો સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન વડોદરા, રતલામ અને ઉજ્જેન એમ ત્રણ જ સ્ટોપજ અપાયા છે. એક તરફ બુકિંગ કરવા માટેની જાહેરાતો અને સુરતનું નામ જ નહીં આવતા સુરતના લોકોમાં તંત્ર સામે આક્રોશ ફેલાયો છે. સુરતના શાસકો ફરીવાર રજૂઆત કરવામાં નબળા સાબિત થયા હોવાની પ્રતિતિ લોકો કરી રહ્યાં છે. આ બાબતે આગામી દિવસોમાં ફરીવાર રજૂઆત કરવામાં આવે તેવી શક્યતા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top