SURAT

ડુમસના દરિયાકિનારે પહેલી વખત નેશનલ લેવલની બીચ વોલીબોલ સ્પર્ધા યોજાશે

સુરત: આગામી બારથી ઓગણીસ સપ્ટેમ્બર (September) દરમિયાન સુરતના (Surat) ડુમસના (Dummas) બીચ ઉપર સૌપ્રથમ વખત નેશનલ લેવલ બીચ વોલીબોલ (Volleyball) સહિતની રમતોત્સવ યોજાશે. સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ કહ્યું હતું કે, સુરત શહેર આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની રમતગમતોનું સાક્ષી બની રહેશે. આગામી બારથી ઓગણીસ સપ્ટેમ્બર દરમિયાન સુરત શહેરમાં સૌપ્રથમવાર બીચ વોલીબોલ કોમ્પિટિશન યોજાઇ રહી છે. ડુમસના દરિયા ઉપર વિદેશોના દરિયાઇ બીચ જેવી રીતે રમતો રમાય છે તેવી કોમ્પિટિશન યોજાશે. કલેકટરે કહ્યું હતું કે, નેશનલ ગેમ્સ ફેસ્ટિવલમાં સુરતમાં ચાર રમતો ઉપર પસંદગી ઉતારાઇ છે. જેમાં બીચ વોલીબોલ, વોલીબોલ, બેડમિંટન તેમજ ટેબલ ટેનિસનો સમાવેશ થાય છે. અલગ અલગ રમતો માટે અલગ લોકેશન્સ હશે. આ રમતોત્સવમાં દેશભરના 36 રાજયો અને સંઘપ્રદેશના મળી 1100 ખેલાડીઓ ઉમટી પડશે.

ટ્રાયબલ ડાન્સ પણ યોજાશે
જિલ્લા કલેકટર આયુષ ઓકએ કહ્યું હતું કે, નેશનલ ગેમ્સ ફેસ્ટિવલને રંગારંગ બનાવવા માટે દક્ષિણ ગુજરાત સહિત દેશભરના આદિવાસી વિસ્તારોના નૃત્યો યોજાશે. મોટાભાગે આવા ડાન્સ વિદેશોમાં યોજાય છે. સુરતમાં પણ આ ડાન્સ કાર્નિવલ યોજાશે.

મ્યુઝિકલ બેન્ડ કોમ્પિટિશન પણ કરાશે
જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, નેશનલ ગેમ્સ ફેસ્ટિવલમાં મ્યુઝિકલ બેન્ડ કોમ્પિટિશન પણ યોજાશે.

Most Popular

To Top