ડુમસ દરિયામાં નહાવા માટે પડેલા વેસુ વોર્ડ ઓફિસના સફાઈ કર્મચારીને કાળ ભરખી ગયો – Gujaratmitra Daily Newspaper

SURAT

ડુમસ દરિયામાં નહાવા માટે પડેલા વેસુ વોર્ડ ઓફિસના સફાઈ કર્મચારીને કાળ ભરખી ગયો

સુરત: રવિવારે ડુમસ બીચ (Dummas beach) ઉપર બપોરના સમયે દરિયામાં નાહવા માટે ગયેલા સુરત મહાનગર પાલિકાની (SMC) વેસુ વોર્ડ ઓફિસના સફાઈ કર્મચારીને કાળ ભરખી ગયો હતો. ભરતીના પાણીમાં તણાયા બાદ છેક મોડી સાંજે ડેથ બોડી (Death Body) ગામવાસીઓને કાદવમાં ખૂંપેલી અવસ્થામાં મળી આવી હતી.

પોલીસ અને ફાયર વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ ડુમસ સ્થિત નવા ઠાઠ ફળિયા ખાતે મોટી ફળિયામાં રહેતો 28 વર્ષીય સાવન જેન્તીભાઇ ખાલસી રવિવારે બપોરે 3:30 કલાકે ડુમસ જલારામ મંદિર નજીક દરિયામાં નહાવા માટે પડ્યો હતો. આવતી કાલે આમાસની ભરતી હોવાને કારણે દરિયામાં મોજા પણ ઉંચા ઊંચા ઉછાળી રહ્યાં હતા. દરમિયાન સાવન દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો. મોડી સાંજ સુધી સાવન ઘરે પરત નહીં ફરતા તેના પરિવારજનોમાં ધ્રાસ્કો પડ્યો હતો અને ગામવાસીઓને પુછપરછ કરતા તેઓએ સાવનને દરિયામાં નાહવા ગયો હતો તેવું જણાવ્યું હતું. તેથી પરિવારજનોએ ફાયર વિભાગને જાણ કરી હતી.

વેસુ ફાયર સબ ઓફિસર મારુતિ સોનવાણે જણાવ્યું હતું કે, ફાયરની ટીમ દ્વારા દરિયા કિનારે શોધખોળ શરુ કરી હતી. મોડી સાંજે દરિયાના પાણી ઓસરી જતા ગામવાસીઓને કાદવમાં ખૂંપેલી અવસ્થામાં સાવન ખાલસીનો મૃતદેહ મળી આવ્યો હતો. ડુમસ પોલીસે લાશનો કબજો લઇને તેને પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ લઇ જવાની તજવીજ હાથ ધરી હતી. યુવકના મોતથી તેનો પરિવારજનો ઊંડા શોકમાં આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવક સવાન ખલાસી વેસુ સ્થિત વોર્ડ ઓફિસમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યો હતો. તેના અકાળે થયેલા મૃત્યુના સમાચારથી વેસુ વોર્ડ ઓફિસના અન્ય કર્મચારીઓમાં પણ આઘાતની લાગણી છવાઈ જવા પામી હતી.

જાણકારી મુજબ સાવનના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હોવાથી તે અને તેની બહેન તેના કાકા સાથે રહેતા હતા. ગામવાસીઓએ જણાવ્યું કે જ્યારે દરિયામાં ન્હાવા માટે ગયો ત્યારે તેના મિત્રોએ તેને જોયો હતો પરંતુ થોડાં સમય પછી તે ન દેખાતા તેના મિત્રોએ બૂમાબૂમ કરી ગામ આખું ભેગું કરી દીધું હતું

ડભારી દરિયા કિનારે પાણીમાં દોડતી કાર સાથે ફિલ્મી સ્ટાઇલમાં સેલ્ફી લેવાના ચક્કરમાં કાર ભીની માટીમાં ફસાઈ
સુરત: સુરત (Surat) ઓલપાડના ડભારી દરિયા કિનારે પાણીમાં દોડતી કાર (Car) સાથે ફિલ્મી સ્ટાઇલમાં સેલ્ફી (Selfie) લેવાના ચક્કરમાં યુવકોએ દરિયાઈ માટીમાં કાર ફસાઈ ગયા બાદ બહાર કાઢવા 15 જેટલા યુવકોએ પસીનો પાંડવો પડ્યો હતો. રવિવાર ની સાંજે બનેલી ઘટના બાદ રજા ની મજા કાર કાઢવામાં બગડી ગઈ હતી. એટલું જ નહીં પણ આખી ઘટનાનો કિનારે બેસેલા લોકોએ વિડીયો (Video) બનાવતા ઘટના સામે આવી હતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દરિયા કિનારે ફસાયેલી કાર ના પ્રવાસીઓ આજુબાજુના ગામ ના હોય એમ કહી શકાય છે. નોટિસ બોર્ડ લાગ્યા છે અનેક સૂચનાઓ અપાઈ રહી છે છતાં લોકો કાર લઈને દરિયા કિનારે પાણીમાં ફિલ્મી સ્ટાઇલમાં સેલ્ફી (ફોટો) લેવાની લ્હાય માં હેરાનગતિ લેતા હોય છે.

વધુમાં જ જણાવ્યું હતું કે રવિવારના રોજ પણ આવી જ ઘટના બની હતી. રવિવાર ની મજા સહેલાણીઓ માટે સજા બની હતી. કેટલાક મિત્રો કાર લઈ દરિયા કિનારે પહોંચી ગયા ફોટોગ્રાફી કરી ત્યાં સુધીમાં ભીની માટી ના કારણે કાર જમીનમાં બેસી ગઈ, કાર ને કાઢવાના ચક્કર માં કાર માટી માંથી અંદર ફસાતી જ ગઈ, આખરે મદદ માટે 15-20 જેટલા યુવકોને બોલાવવામાં આવ્યા ત્યારબાદ કાર બહાર કાઢી શકાય હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પણ આખી ઘટના કિનારે બેસેલા યુવકે મોબાઇલમાં કેદ કરી લીધી હતી.

Most Popular

To Top