સુરત: (Surat) શહેરનાં વોર્ડ નંબર 22 ડુમસમાં આવેલા જલારામ મંદિરની (Temple) નજીકનાં મહોલ્લાઓમાં દરિયાઇ ભરતીનાં મોજાથી થતું જમીનનું ધોવાણ (Soil Erosion) અટકાવવા ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇએ મહત્વનો નિર્ણય સરકાર પાસે લેવડાવ્યો છે. પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સીઆર.પાટીલનાં માર્ગદર્શન હેઠળ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલને રજૂઆત થતાં નર્મદા, જળસંપત્તિ, કલ્પસર વિભાગે તાત્કાલિક ધોરણે જલારામ મંદિરની આસપાસમાં વસતા લોકોના રક્ષણ માટે પ્રોટેક્શન વોલ બનાવવા આપી છે. પ્રોટેક્શન વોલ બનાવવા માટે વહીવટી પરવાનગી આપવા સાથે 9.79 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યાં છે.
- દરિયાઇ જમીનનું ધોવાણ અટકાવવા ડુમસ- સુલતાનાબાદમાં 10 કરોડનાં ખર્ચે પ્રોટેક્શન વોલ બનશે
- ચોર્યાસીનાં ધારાસભ્ય સંદિપ દેસાઈની રજૂઆતને પગલે ડુમસવાસીઓનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાશે
- ભરતી વખતે ઘૂસી આવતાં પાણીની સમસ્યા ઉકેલાશે
ધારાસભ્ય સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ડુમસ-સુલતાનાબાદ વિસ્તારમાં મોટી દરિયાઈ ભરતી સમયે પાણીનો પ્રવાહ ઘૂસી જતો હોવાથી જમીનનું ધોવાણ થઈ રહ્યું હતું. કેટલાક કિનારા વિસ્તારના મકાનોને પણ નુકશાન થઈ રહ્યું છે. ચોમાસાની સિઝનમાં સુલતાનાબાદ જલારામ મંદિરની આસપાસના વિસ્તારના ધરોમાં ઘૂંટણ સમાં પાણી ભરાઇ છે. દર વર્ષે મકાનો,જ મીનો ને નુકસાન વધતા સ્થાનિકોએ ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. એને લીધે સરકારે જમીનનું થતું ધોવાણ અટકાવવા માટે અંદાજિત 10 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવાનો નિર્ણય લીધો હતો. નર્મદા, જળસંપત્તિ વિભાગે વહીવટી મંજૂરી આપી દેતાં હવે ટૂંક સમયમાં ટેન્ડર ઈશ્યૂ કરાશે. ધારાસભ્ય સંદીપ દેસાઈની રજૂઆતને પગલે ડુમસ સુલતાનાબાદની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ થતાં બંને ગામના લોકોએ આભાર વ્યક્ત કર્યો છે.
સુરત ડુમસ-સુલતાનાબાદમાં આવેલા જલારામ મંદિર વિસ્તારમાં અંદાજે 55 જેટલા પરિવાર વસવાટ કરે છે. તેઓ વર્ષોથી માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યાં છે. માછીમારી કરીને જીવન ગુજારતા હોવાથી તેઓનું સ્થળાંતર કરવું પણ મુશ્કેલ હતું. છે. પરિવારોને દરિયાના પાણીથી થતાં ધોવાણને અટકાવવા પ્રોટેક્શન વોલ બનાવવા માંગણી કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના માર્ગદર્શન હેઠળ ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈએ સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદીપ દેસાઈએ લોક દરબારમાં આવેલા આ પ્રશ્નને પ્રાથમિકતા આપી રૂબરૂ મંજૂરીઓ મેળવી હતી. પ્રોટેક્શન વોલ બનાવવા માટે વહીવટી પરવાનગી મળવા સાથે 979 લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. પ્રત્યેક ચોમાસામાં અહીં ઘરમાં ઘૂસી જતાં પૂરના પાણીથી થતાં નુકસાન સામે પ્રોટેક્શન વોલથી રક્ષણ મળશે.