SURAT

સુરતમાં પહેલીવાર ગણેશ વિસર્જન સમયે ડુમસ રોડ સુનકાર, સાંજ સુધી ફક્ત આટલા જ ગણપતિનું વિસર્જન

સુરત: (Surat) શહેરના ડુમસ રોડ પર આ વર્ષે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમ્યાન એતિહાસિક દૃશ્યો સર્જાયા હતા. એક સમયે જ્યાં વિસર્જન માટે ભક્તોની લાંબી લાઈન લાગતી હતી તેવા ડુમસ કાદી ફળિયામાં રવિવારે સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 14 પ્રતિમાઓનું (Statue) વિસર્જન થયું હતું. વિસર્જન કરવા માટે કામે રાખેલા મજૂરો પણ આરામ ફરમાવી રહ્યા હતા. વિસર્જન કરવા આવી રહેલા લોકો કરતાં પોલીસનો સ્ટાફ અને મહાનગર પાલિકાનો સ્ટાફ વધારે નજરે પડ્યો હતો. મોટાભાગે ડુમસ વિસ્તારમાં (Dumas Area) ગણેશ વિસર્જન યાત્રા માટે ચાર પાંચ કિલોમીટરની લાઇનો લાગતી હતી. કલાકો સુધી ભારે ભીડ અને ભરચક ભીડ વાળા દ્રશ્યો જોવા મળતા હતા. પરંતુ આ વરસે ગણેશ ઉત્સવ આયોજકોએ ઘર આંગણે વિસર્જન કરવાનુ પસંદ કરતા શહેરના મુખ્ય રસ્તાઓ (Roads) ખાલીખમ જણાયા હતા.

અનેક શંકા આશંકાઓ વચ્ચે આખરે ગણેશ વિસર્જનમાં સુરતીઓએ સૂઝબૂજ દાખવી. શહેરમાં મોટાભાગે વિસર્જનાયાત્રા કે સરઘસ નીકળ્યા ન હતા. સુરત શહેરના ડુમસ રોડ, વીઆઇપી રોડ તેમજ ઉધના મગદલ્લા રોડ અને પીપલોદ વિસ્તારમાં સડકો સૂમસામ ભાસતી હતી. કોરોનાને લઇને કડક ગાઇડલાઇન અને પ્રશાસનની ચાપતી નજરને પગલે આ વખતે મોટાભાગના ગણેશ ઉત્સવ આયોજકો યાત્રા કે સરઘસથી અળગા રહયા હતા. કોરોનાની ગાઈડલાઈનના પ્રતિબંધો વચ્ચે માત્ર 40 ટકા પ્રતિમાઓ સ્થાપિત થઈ હતી. તેમાયે માત્ર ચાર ફુટ સુધીની પ્રતિમા અને તે પણ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી હતી.

રસ્તાઓ ઉપર માત્ર એકલ દોકલ વાહનો દેખાયા
જે ડુમસ રોડ ઉપર ગણેશ વિસર્જન યાત્રા વખતે લોકોને પગપાળા ચાલવાની પણ જગ્યા નથી રહેતી ત્યાં આજે સુમસામ જોવા મળ્યું હતું. અઠવાલાઈન્સથી લઈને ગૌરવપથ અને ડુમસ રોડ પર ચક્કાજામની સ્થિતિ હોય છે. પરંતુ આ વખતે લોકોની ભીડ નહીં હોવાથી રસ્તે બેસ્તા ફેરિયા, ખાણી-પીણીની લારીઓ પણ જોવા મળી નહોતી.

ઘરઆંગણે બાપ્પાને વિસર્જનનો નવો ટ્રેન્ડ જોવા મળયો
ચાલુ વરસે કોરોનાની ગાઇડલાઇનને પગલે મોટાભાગના ઉત્સવ આયોજકોએ પોતાના નિવાસ નજીક જ ગણેશ વિસર્જન કયુ હતુ. શહેરના ભટાર રોડ, ઉધના મગદલ્લા રોડ, અલથાણ કેનાલ,વીઆઇપી રોડ,ભરથાણા, સહિત સીટીલાઇટ વિસસ્તારના સેકડો એપાર્ટમેન્ટ,રો-હાઉસ બંગ્લોઝ કે સોસાયટીમાં લોકોએ ઘરઆંગણે ગણેશ વિસર્જન કયુ હતુ. ખાસ કરીને લોકોએ આ વખતે ઢોલ નગારા સાથે લારી કે ટેમ્પામાં સોસાયટી કે મહોલ્લા અને શેરીઓમાં ગણપતિની વિસર્જન યાત્રા કાઢી હતી. સોસાયટીમાં ગણેશજીની પરિક્રમા કરાવી કોમન પ્લોટ કે પાકિર્ગ પ્લોટમાં લોકોએ ગણેશજીનું વિસર્જન કર્યુ હતુ.

સિન્ટેકસ ટાંકી, મોટા તપેલા કે પવાલીને ડેકોરેટ કરી વિસર્જન કરાયુ
આ વરસે બહુમત સોસાયટીમાં ઘરઆંગણે બાપ્પાનું વિસર્જન કરાયુ હતુ. જેમાં સોસાયટીના સીઓપી કે પાકિર્ગ પ્લોટ કે ખુલ્લી જગ્યામાં સિન્ટેકસ ટાંકી કે મોટા તપેલા અને પવાલી મૂકી લોકોઅ ગણપતિ વિસર્જન કયુ હતુ. ખાસ કરીને ગણેશ ઉત્સવ આયોજકોએ પોતાના આંગણે બાપ્પાને વિદાય આપવા પુષ્પ સહિત ભાતભાતની સામગ્રીઓ વાપરી વિસર્જન માટે તૈયારીઓ કરી હતી. કોઇએ સુગંધીત પાણી તો કોઇએ કલરીંગ પાણી તો કોઇએ પાણીમાં ફુલોની સજાવટ કરી બાપ્પાની વિદાય આપી હતી.

Most Popular

To Top