SURAT

એર ઇન્ડિયા એક્સપ્રેસનું શારજાહ-સુરત ફલાઇટ ડેઇલી કરવાનું આયોજન

સુરત: (Surat) દુબઈના (Dubai) અંગ્રેજી દૈનિક અખબાર ‘ખલીજ ટાઈમ્સ’માં પ્રસિદ્ધ થયેલા હેવાલ મુજબ એર ઇન્ડિયાની (Air India) સબસિડિયરી કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ એની લોકોસ્ટ વિમાની સેવાને વિસ્તારવાનું આયોજન કરી રહી છે. અત્યારે સપ્તાહમાં 3 દિવસ ચાલતી સુરત- શારજાહ ફ્લાઈટ ને 2023નાં મદયમાં ડેઇલી ફલાઇટ (flight) તરીકે ઓપરેટ કરવા માંગે છે.

  • 2023 નાં મધ્યમાં એર ઇન્ડિયા એક્સપ્રેસનું શારજાહ-સુરત ફલાઇટ ડેઇલી કરવાનું આયોજન
  • ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રનાં દક્ષિણ ગુજરાતને અડીને આવેલા જિલ્લાઓના પ્રવાસીઓ મિડલ ઇસ્ટના યુએઈ સાથે આ એકમાત્ર ફલાઇટથી જોડાયેલા છે
  • કોવિડ પહેલા વર્ષ 2019 માં આ એકમાત્ર ઇન્ટરનેશનલ ફલાઇટ સપ્તાહમાં 4 દિવસ ચાલતી હતી
  • સુરત એરપોર્ટથી ઓપરેટ થતી આ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટને ઓકટોબર-2022 માં 2020 પેસેન્જર અને નવેમ્બરમાં 2347 પેસેન્જર મળ્યા છે

સુરત સહિત દક્ષિણ ગુજરાત અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રનાં દક્ષિણ ગુજરાતને અડીને આવેલા જિલ્લાઓના પ્રવાસીઓ મિડલ ઇસ્ટના યુએઈ સાથે આ એકમાત્ર ફલાઇટથી જોડાયેલા છે. કોવિડ પહેલા વર્ષ 2019 માં આ એકમાત્ર ઇન્ટરનેશનલ ફલાઇટ સપ્તાહમાં 4 દિવસ ચાલતી હતી.એ પછી સ્થિતિ 2022 માં હળવી થતાં સપ્તાહમાં બે દિવસથી વધી ચાલુ મહિનાથી ત્રણ દિવસ અવરજવર કરી રહી છે. આ ફ્લાઇટને સુરતથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 2019 માં આ ફલાઇટ સપ્તાહમાં 4 દિવસ ચાલતી હતી ત્યારે ટિકિટના દર મુંબઈ કરતાં ઓછા હોવાથી પેસેન્જર સુરત આવી શારજાહ જતાં હતાં.

સુરતનાં ટ્રાવેલ એજન્ટો પણ દુબઇ માટે સુરત-શારજાહ અને શારજાહ-સુરતની સીધી ફ્લાઈટની ટીકીટ આપી શારજાહ એરપોર્ટ પરથી 45 મિનિટથી 1 કલાકમાં દુબઇ જવા 10 સિટર પિકઅપ વેનની સુવિધા આપતાં હતાં. સુરત એરપોર્ટથી ઓપરેટ થતી આ એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટને ઓકટોબર-2022 માં 2020 પેસેન્જર અને નવેમ્બરમાં 2347 પેસેન્જર મળ્યા છે. ડીસેમ્બરથી ફ્લાઈટ વિકમાં 3 દિવસની થતાં પેસેન્જરનો આંકડો હજી વધીને આવશે.એર ઇન્ડિયા એક્સપ્રેસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ ખબર અત્યારે માદયમો સુધી છે.કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સુરતનાં ટ્રાવેલર્સનું માનવું છે કે શારજાહ-સુરત ફલાઇટને બદલે દુબઇ-સુરતની ડેઇલી ફલાઇટ શરૂ કરવામાં આવે તો 365 દિવસ આ ફલિતને પ્રચંડ પ્રતિસાદ મળી શકે છે.કારણકે,સુરત અને દક્ષિણ ગુજરાતનો સીધો વેપાર દુબઇ સાથે ચાલી રહ્યો છે.

Most Popular

To Top