SURAT

હાય પ્યોરિટિ ધરાવતો અફઘાની ચરસનો જથ્થો સુરત SOG અને PCB ની ટીમે પકડી પાડ્યો

સુરત: દરિયાઈ માર્ગે થતાં ડ્રગ્સ (Drugs) સ્મગ્લીંગના રેકેટનો સુરત પોલીસે (Surat Police) પર્દાફ્રાશ કરી 4.79 કરોડની કિંમતનું 9.590 KG High Purity અફઘાની ચરસનો જથ્થો ઝડપી પાડયો છે. સુરત એસ.ઓ.જી. (SOG) અને પી.સી.બી. (PCB) ની ટીમે “NO DRUGS IN SURAT CITY”ના અભિયાન હેઠળ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. એટલું જ નહીં પણ અન્ય રાજયોમાંથી રોડ-રેલ્વે દ્વારા ડ્રગ્સ ઘુસાડવુનું બંધ થતાં હવે ડ્રગ્સ વેચાનારો દરિયાઈ માર્ગે ચોરી છુપીથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્ર રચતા હોય તેને સુરત પોલીસે ઉઘાડું પાડ્યું છે.

અજયકુમાર તોમર (સુરત,પોલીસ કમિશનર)એ જણાવ્યું હતું કે પહેલીવાર સુરતના દરિયાઈ કિનારેથી આટલી મોટી માત્રા માં ડ્રગ્સ એટલે કે ચરસનો જથ્થો પકડાયો છે. એટલું જ નહીં પણ અફઘાની ડ્રગ્સ સુરતમાં ઘુસાડવાના ષડયંત્ર ને પકડવામાં મોટી સફળતા મળી છે. છેલ્લા ઘણા સમયથી દરીયાઈ કાંઠા વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી ફિશરમેન તથા દરીયાકાંઠા વિસ્તારના લેન્ડીંગ પોઇન્ટ ઉપર ચેકીંગ કામગીરી હાથ ધરી રહી હતી. દરમિયાન બાતમીના આધારે હજીરા સુંવાલી બીચના દરીયા કિનારે આવેલા ઝાડી ઝાખરાવાળી જગ્યાથી એક પીળા કલરના નાના મીણીયા કોથળામાં કોઈ અજાણ્યા ઈસમે પોતાના આર્થિક ફાયદા માટે દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે મંગાવેલો પ્રતિબંધિત ચરસનો 9.590 KG જથ્થો છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું

સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે SOG અને PCBની ટીમે સ્થળ તપાસ કરતા રૂપિયા 4.79 કરોડની કિંમતનું અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો હતો. દરિયાઇ માર્ગે ચરસની હેરાફેરીનો પ્રથમ કિસ્સો હાલ સામે આવ્યો છે. કુલ એક કિલો થી વધુ વજન નાં ૯(નવ) જેટલા ચરસનાં પ્લાસ્ટીકના એરટાઇટ રેપરથી પેક કરેલા પેકીંગ મળી આવ્યા છે. જેના ઉપર અફઘાનિસ્તાન દેશનાં થેલા ઉપર અરબી ભાષામાં તેમજ AFGHAN PRODUCT લખેલુ લખાણ પણ મળી આવ્યુ છે. ડ્રગ્સ માફીયાઓ દ્વારા દરીયાઈ માર્ગે કરેલ ડ્રગ્સ સ્મગ્લીંગના કારોબારને અટકાવી કરોડો રૂપિયાનો High Purity અફઘાની ચરસનો જથ્થો પકડવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે.

તેમણે કહ્યું ચરસનો જથ્થો કઇ રીતે સુવાલીના દરીયા કિનારે પહોચ્યો તેની હાલ તપાસ ચાલુ છે. તપાસ ATS તેમજ અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધી યોગ્ય તપાસ શરૂ કરાઇ છે. FSL દ્વારા આ માદક પદાર્થ “HIGH QUALITY અફઘાની ચરસ” હોવાનુ પ્રાથમિક અભિપ્રાય આપવામાં આવ્યું છે. હજીરા પોલીસ સ્ટેશનમાં NDPS અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top