સુરત (Surat) : શહેરના યુવાનોમાં એમડી ડ્રગ્સ (MD Drugs) અને કોકેઇનની (Cocaine) જે લત લગાડવામાં મુખ્ય વિલન સાત પૈકી છને પોલીસ શોધી રહી છે. આ લોકો શહેરના યુવાધનને નશાને રવાડે ચઢાવી રહ્યાં છે. પાકિસ્તાન અને મુંબઇ વાયા આફિક્રાથી ડ્રગ્સ લાવીને સુરતમાં વેચાણ કરવાનું મોટુ બજાર ડેવલપ થઇ ગયું છે. તેમાં પણ હાલમાં હાઇ પ્રોફાઇલ ફેમીલીના યુવાઓ આ ડ્રગ્સના રવાડે ચઢ્યા છે. પોલીસ એક બાજુ આ ડ્રગ્સ રોકવા માટે અભિયાન ચલાવી રહી છે પરંતુ તેમાં આ માફિયાઓની ચાલાકી સામે પોલીસ હાલમાં પાણી ભરી રહી છે.
આ 7 પેડલર ચલાવે છે નશાનો કારોબાર
- અલ્લારખા
- ઈસ્માઈલ પેન્ટર
- સલીમ બરફવાલા
- સલમાન ઘડિયાળી
- આલમઝેબ
- અલ્તાફ ગુર્જર
- અલ્તાફ ગોલ્ડન
પોલીસ દ્વારા એક ગુપ્ત યાદી બહાર પાડવામાં આવી છે. તેની વિગતો અહી રજૂ કરવામાં આવી છે. આ એ વિલન છે (1) અલ્લારખા ઉર્ફે લાલા બરફ જે કોઝવે પાસે રહે છે (2) ઇસ્માઇલ પેન્ટર (રહેવાસી છે ઇકબાલ નગર, રાંદેર) જે હાલમાં જેલમાં છે તેના પેડલરોએ ધંધો હજુ ચાલુ રાખ્યો હોવાની વાત છે. (3) સલીમ બરફવાલા (રહેવાસી પાંડેસરા- ભેસ્તાન) (4) સલમાન ઘડિયાળી (રહેવાસી ભરૂચી ભાગળ) (5) આલમઝેબ (રહેવાસી ભાગળ (6) અલ્તાફ ગુર્જર (7) અલ્તાફ ગોલ્ડનનો સમાવેશ થાય છે. આ લોકોનું એક વિશાળ પે઼ડલર (Peddler) નેટવર્ક છે. તેમાં આઠથી બાર વર્ષના બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાળકો પાસે સામાન્ય પ઼ડીકી નીકળે છે તેથી તેઓ સામે કાર્યવાહી થઇ શકતી નથી. અલબત સુરત શહેરમાં હાલમાં રાંદેરમાંથી ડ્રગ્સ સપ્લાય થઇ રહ્યું હોવાની ચર્ચા છે.
અગાઉ પણ સુરતના રાંદેર વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાયના રેકેટનો પર્દાફાશ પોલીસે કર્યો છે. એપ્રિલ મહિનામાં મુંબઈથી પત્ની અને દીકરી સાથે કારમાં 10 લાખના ડ્રગ્સના પેકેટ લઈ સુરતમાં ડિલીવરી કરવા આવનાર પેડલરને સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો હતો. મોહમદ સિદ્દીક ઉર્ફે રાજા નામનો આ પેડલર પણ સુરતના રામનગરના ગ્રીનપાર્ક સોસાયટીનો રહેવાસી નીકળ્યો હતો અને તે રાંદેરમાંથી જ આખાય શહેરમાં ડિલીવરી કરવાનો હોવાની વિગતો બહાર આવી હતી.