સુરત: (Surat) ડો.બાબાસાહેબ આજે લોકોનાં ઘર ઘર સુધી પહોંચી ગયા છે. બદલાતા સમય સાથે વિવિધ સમાજના લોકો કોઇપણ શુભ પ્રસંગની શરૂઆત કરતા પહેલા ભગવાનની સાથે સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની (Dr.BabaSaheb Ambedkar) મૂર્તિની પણ પૂજા કરતા થયા છે. ત્યાં સુધી કે લગ્નની કંકોત્રીમાં (Marriage Card) પણ લોકો ડો.બાબાસાહેબના ફોટો (Photo) છપાવતા થયા છે. આજે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતી ધૂમધામ અને શ્રદ્ધા સાથે ઉજવાઈ (Celebration) હતી.
બાબાસાહેબની આજે 131મી જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. ત્યારે બદલાતા સમયની સાથે સમાજની વિચારધારા પણ બદલાઇ છે. શિક્ષિત બનેલા સમાજમાં લોકોનાં ઘર ઘર સુધી ડો.બાબા સાહેબ પહોંચી ગયા છે. બંધારણ ઘડનાર બાબાસાહેબે સ્ત્રીઓને સ્વતંત્રતા, સમાનતા, વાણી સ્વતંત્રતા સહિત વિધવા સ્ત્રીઓને રક્ષણ તેમજ અસ્પૃશ્યતા નિવારણની બાબતો બંધારણમાં આવરી હતી. તેમની 131મી જન્મજયંતીની શહેરમાં ઉજવણી કરાશે. ત્યારે લોકો ડો.બાબાસાહેબ આંબેડકરના વિચારોથી પ્રેરાઇ તેમની ભગવાનની જેમ જ પૂજા કરતા થયા છે. લગ્નપ્રસંગ હોય કે પછી અન્ય કોઇ શુભ કાર્ય ભગવાન બુદ્ધ અને તેમની સાથે ડો.આંબેડકરની મૂર્તિની પૂજા લોકો કરે છે. કેટલાક પરિવારો લગ્નની કંકોતરી ઉપર પણ ડો. બાબાસાહેબ આંબેડકરનો ફોટો છપાવતા થયા છે.
આ વખતે શનિવાર અને હનુમાન જયંતીનો સુભગ યોગ : ભક્તોમાં આનંદની લાગણી
સુરત: આ વખતે હનુમાનજીના વાર મનાતા શનિવારે જ હનુમાન જયંતી આવતી હોવાથી ભક્તજનો માટે મોટો સંયોગ હોવાથી શહેરમાં કોરોનાના તમામ પ્રતિબંધોથી મુક્તિ મળ્યા બાદ પ્રથમ વખત આવી રહેલી હનુમાન જયંતીની શનિવારે ધામધૂમથી ઉજવણી કરવાનાં આયોજનો થયાં છે. જે અંતર્ગત સુંદરકાંડ પઠન, હનુમાન ચાલીસા, ભંડારો, બટુક ભોજન વગેરેનાં આયોજનો થશે.
દરમિયાન પાંડેસરાના રોકડિયા હનુમાનજી સેવા સમિતિ દ્વારા જણાવાયું છે કે, શનિવારે હનુમાન જયંતીએ 30થી વધુ સંસ્થાના સહયોગથી સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શહેરના સમાજ શ્રેષ્ઠીઓ મહેન્દ્ર કતારગામવાળા, ગોવિંદ ધોળકિયા, કમલ તુલસીયાન તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાંદેરના તાડવાડી વિસ્તારના ગોરાટ હનુમાન મંદિરે શનિવારે ચૈત્રી પૂનમે હનુમાન જયંતી નિમિત્તે સવારે 11 કલાકે યજ્ઞ પ્રારંભ અને સાંજે 5 કલાકે યજ્ઞની પુર્ણાહૂતિ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5.30 કલાકે મહાપ્રસાદીના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.