SURAT

“હાથ-પગ કામ નથી કરતા” કહી ડોક્ટરોએ એક વર્ષની માસુમ દીકરીને રજા આપ્યાના કલાકમાં જ મૃત્યુ

સુરત: (Surat) માસુમ દીકરીના હાથ-પગ કામ નથી કરતા કહી ડોક્ટરોએ (Doctor) રજા આપી દીધાના કલાકમાં જ દીકરીનું મૃત્યુ (Death) થતા પરિવાર દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ ખાનગી હોસ્પિટલના (Private Hospital) તબીબોએ “અમે તો દીકરી જીવતી આપી હતી” એટલે મૃત્યુ નું સર્ટી નહિ આપીએ એમ કહી હાથ ઊંચા કરી દેતા મુસ્લિમ પરિવાર એક વર્ષની દીકરીની દફન વિધિને લઈ આશ્ચર્યમાં પડી ગયું હતું. આખરે પરિવાર માસુમ બાળકીના મૃતદેહ સાથે સિવિલ દોડી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પીડિત પિતાએ જણાવ્યું હતું કે, માતા પાસે રોટલી લઈ દીકરી રમતા રમતા બાથરૂમમાં ચાલી ગઇ હતી. ત્યારબાદ પાણી ભરેલી ડોલ પડી ગયેલી રોટલી લેવા દીકરીએ ડોલમાં ડોક્યુ કરતા જ અંદર પડી ગઈ હતી. ઘટના ઉન પાટિયાની ભીંડી બજાર પાસેની સંજર નગરમાં બની હોવાનું પિતાએ જણાવ્યું હતું.

સાહિલ સૈયદ (પીડિત પિતા) એ જણાવ્યું હતું કે તેઓ ભંગારના વ્યવસાય સાથે જોડાયેલા છે. બે દીકરાઓ બાદ આફિયા (ઉ.વ.1) એકની એક દીકરી હતી. ઘટના સોમવારના રોજ બની હતી. રસાઈ બનાવતી માતા પાસે રોટલી ની ટુકડો લઈ આફિયા રમતા રમતા બાથરૂમ પાસે દોડી ગઈ હતી. જ્યાં પાણી ભરેલી ડોલ પકડી ઉભી થવા જતા રોટલીનો ટુકડો દોલમાં પડી ગયો હતો. બસ એ રોટલીનો ટુકડો જોવામાં આફિયા દોલમાં પડી જતા ભાગદોડ મચી ગઇ હતી.

વધુમાં જણાવ્યું હતું કે ઘટના બાદ આફિયાને તાત્કાલિક નજીકના દવાખાને લઈ જવાયા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે 100 ટકા બચી જશે ગભરાવાની જરૂર નથી, લગભગ 36 કલાકની સારવાર બાદ ડોક્ટરોએ આજે કહ્યું હાથ-પગ કામ નથી કરતા બસ સાંભળી તેમણે ડામાં (પોતાની મરજીથી રજા લઈ લેવી) લઈ ઘરે ચાલી ગયા હતા. જેના લગભગ 1 કલાકમાં જ આફિયાનું મોત નીપજ્યું હતું. દફન વિધિ કરવા જતાં મૃત્યુનું સર્ટી માગતા તેઓ ફરી હોસ્પિટલમાં દોડ્યા હતા. જો કે ડોક્ટરોએ કહ્યું અમે તો જીવતી આપી હતી એટલે સર્ટી નહિ આપીએ, જેથી સિવિલ લઈ આવતા મૃત જાહેર કરી પોલીસને જાણ કરાઈ હતી. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

Most Popular

To Top