સુરત: (Surat) રોશનીનો તહેવાર દિવાળી (Diwali) આવી ગઈ છે. દિવાળી એટલે ભેગા મળી આનંદ-ઉલ્લાસથી ઉજવાતો તહેવાર. કોઈ પણ તહેવાર હોય ખાણીપીણી વિના તો અધૂરો જ ગણાય. તમે પણ તમારે ત્યાં મહેમાનોનું નૂતન વર્ષે સ્વાગત કરશો તો જોઈએ નિરંજનાબહેન જોશી અને અમિતા જોશીએ ખાસ ‘સન્નારી’ માટે તૈયાર કરેલી રેસીપી (Recipes). તમે પણ ઓછી મહેનતે સહેલાઈથી બનતી આ વાનગીઓ બનાવી મહેમાનોની (guest) આગતાસ્વાગતા કરો અને તેમની સાથે તહેવારની મજા માણો
સનશાઇન કૂલર
સામગ્રી:
૧ ટેબલસ્પૂન ટ્રીપલશેક સિરપ
૧ ટેબલસ્પૂન રોઝ સિરપ
૧ ટેબલસ્પૂન ઓરેન્જ સિરપ
૧ ટીસ્પૂન પલાળેલાં તુકમરિયાં
ચપટી બ્લેક સોલ્ટ
૨-૩ ટેબલસ્પૂન બારીક સમારેલાં સફરજન
૩ થી ૪ ફુદીનાનાં પાન
૧ સ્લાઇસ લીંબુ
૧/૨ કપ બરફ
૧ કપ સોડા / સેવન અપ
રીત:
૧. ગ્લાસમાં બધી જ સામગ્રી ઉમેરો.
૨. સોડા-સેવનઅપ ઉમેરી સર્વ કરો.
દિલે-બહાર-કબાબ
સામગ્રી:
બહારનું પડ
૧ ટેબલસ્પૂન માખણ
૧/૨ કપ રવો
૨ ટેબલસ્પૂન મકાઇનો લોટ
૧/૨ ટીસ્પૂન લસણ, આદુ, મરચાંની પેસ્ટ
૧/૨ કપ પાણી
૨ ટેબલસ્પૂન બ્રેડ પાઉડર
ચપટી ઓરેગાનો
ચિલી ફલેકસ
૧ ટીસ્પૂન લીલા કાંદા
૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ
પ્રમાણસર મીઠું
ફીલિંગ માટે
૧ ટીસ્પૂન ગુલકંદ
૧ ટેબલસ્પૂન છીણેલું પનીર
૧ ટેબલસ્પૂન છીણેલું ચીઝ
ચપટી બ્લેક સોલ્ટ
૧/૪ ટીસ્પૂન લાલ મરચું
૧ ટેબલસ્પૂન કોથમીર
૧ ટેબલસ્પૂન સમારેલાં કાજુ, બદામ
પ્રમાણસર મીઠું
ચપટી આમચૂર
ચાટમસાલો
રીત:
૧. કડાઇમાં માખણમાં રવો, મકાઇનો લોટ ધીમે તાપે સાંતળો. લસણ, આદુ મરચાંની પેસ્ટ સાંતળો. પાણી ઉમેરી બરાબર હલાવી ગેસ બંધ કરો. કવરિંગની બાકીની સામગ્રી ઉમેરો. બરોબર મિકસ કરી સાઇડ ઉપર રાખો.
૨. ફીલિંગની સામગ્રી મિકસ કરી લો.
૩. હથેળી પર તેલ લગાવીને કવરિંગની સામગ્રીમાંથી એક મોટી ચમચી જેટલું લઇ પૂરી જેવો આકાર આપો. તેમાં એક નાની ચમચી ફીલિંગ મૂકી વાળી કબાબનો આકાર આપો.
૪. ફ્રીઝમાં અડધો કલાક સેટ થવા દો. ગરમ તેલમાં તળો. ઉપર ચાટમસાલો, આમચૂર, લાલ મરચાનું મિશ્રણ ભભરાવી દહીંના ડીપ સાથે સર્વ કરો.
કીટો સલાડ
સામગ્રી:
૧ ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ
૧/૮ ટીસ્પૂન લસણ
૨ ટેબલસ્પૂન કાંદા
૨ ટેબલસ્પૂન ટામેટાં
૨ ટેબલસ્પૂન લીલા – પીળા – લાલ કેપ્સિકમ
૨ ટેબલસ્પૂન ઝુકીની
૧/૨ કપ અધકચરી બાફેલી બ્રોકોલી
૧/૨ કપ પનીર પીસ
૧/૨ કપ આઇસબર્ગ
૧/૨ ટીસ્પૂન મરી પાવડર
૧/૨ ટીસ્પૂન ઓરેગાનો
૧/૨ ટીસ્પૂન ચિલી ફલેકસ
૧ ટેબલસ્પૂન વિનેગર
૨ ટેબલસ્પૂન બેસિલ
પ્રમાણસર મીઠું
રીત:
૧. ઓલિવ ઓઇલમાં લસણ સાંતળી કાંદા અને બાકીની સામગ્રી ઉમેરો.
૨. મોટા તાપે ૩ થી ૫ મિનિટ સાંતળો. લીલાં કાંદા ડ્રાયફ્રૂટથી સજાવી સર્વ કરો.
પનીર ઇન હની બેસિલ સોસ
સામગ્રી:
૨ ટેબલસ્પૂન તલ
૧ ટેબલસ્પૂન હાફ ક્રશ્ડ લસણ
૧ ટેબલસ્પૂન હાફ ક્રશ્ડ આદુ
૧ ટેબલસ્પૂન હાફ ક્રશ્ડ લીલાં મરચાં
૨ ટેબલસ્પૂન સમારેલાં કાંદા
૨ ટેબલસ્પૂન સમારેલાં ટામેટાં
૨ ટેબલસ્પૂન સમારેલાં કેપ્સિકમ
૧ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચાંની પેસ્ટ
૪ ટેબલસ્પૂન ટોમેટો પ્યુરી
૧ ટેબલસ્પૂન વિનેગર
૧ ટેબલસ્પૂન સોયા સોસ
૧ ટેબલસ્પૂન ચિલી સોસ
૧ ટેબલસ્પૂન હોટ એન્ડ સ્વીટ સોસ
૧/૨ ટીસ્પૂન લાલ મરચું પાવડર
પ્રમાણસર મીઠું
૨ કપ તળેલા પનીર કયુબ
૧/૪ કપ બેસિલ
૪ ટેબલસ્પૂન મધ
૧ ટેબલસ્પૂન કોર્નફલોર સ્લરી
૧/૨ કપ પાણી
૨ ટેબલસ્પૂન લીલા કાંદા
૧ ટેબલસ્પૂન સફેદ તલ
રીત:
૧. તેલ ગરમ કરીને લસણ, આદુ, મરચાં કડક સાંતળો. કાંદા, કેપ્સિકમ, ટામેટાં, કાશ્મીરી લાલ મરચાંની પેસ્ટ ઉમેરી મોટા તાપે સાંતળો. પ્યુરી, બધા સોસ, લાલ મરચાં, મીઠું ઉમેરી હલાવો.
૨. પછી તેમાં પનીર, બેસિલ, મધ ઉમેરી હલાવો. કોર્નફલોર સ્લરી, પાણી નાખો. મોટા તાપે હલાવી, ગેસ બંધ કરો. લીલાં કાંદા, તલથી સજાવી સર્વ કરો.
પાનગુલ્લા
સામગ્રી:
૧૦ નંગ રસગુલ્લા
ફીલિંગ માટે
૩ ટેબલસ્પૂન સોપારી વગરનો પાનનો મસાલો
૨ ટેબલસ્પૂન દૂધનો મોળો માવો
૩ ટેબલસ્પૂન બારીક સમારેલાં કાજુબદામ
૧ ટેબલસ્પૂન ટૂટીફ્રૂટી
૨ ટેબલસ્પૂન ક્રીમ
૧ ટીસ્પૂન પાન સિરપ
ઉપર લગાવવા
૧ કપ ક્રીમ
૨ કપ આઇસક્રીમ
૩ થી ૪ ટેબલસ્પૂન પાન સિરપ
૨ ટેબલસ્પૂન ટૂટીફ્રૂટી
રીત:
૧. ફીલિંગની સામગ્રી મિકસ કરો.
૨. ઉપરથી લગાવવાની સામગ્રી અલગ મિકસ કરો.
૩. રસગુલ્લા નીચોવી ચાસણી વગરના કરો. વચ્ચેથી કાપી અંદર ૧ ચમચી ફીલિંગ ભરો. કાપેલા ભાગ-૨થી કવર કરો.
૪. સર્વિંગ બાઉલમાં બે મોટા ચમચા આઇસક્રીમવાળું મિશ્રણ રેડો, ઉપર સ્ટફડ રસગુલ્લા મૂકો. ઉપર ફરીથી ૨ થી ૩ મોટા ચમચા આઇસક્રીમવાળું મિશ્રણ રેડો. ફ્રીઝમાં એકદમ ઠંડું કરી સર્વ કરો.