સુરત: (Surat) સુરત જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) ઉજવણી અંતગર્ત અમૃત તળાવ યોજના હેઠળ 75 નવા તળાવો બનાવવા આયોજન કરી દેવાયા છે. વિડીયો કોન્ફરન્સ મારફત કલેકટર આયુષ ઓકએ (Collector Ayush Oak) સિંચાઇ વિભાગ સહિત સંબધિત વિભાગો સાથે બેઠક યોજી હતી.
- સુરત જિલ્લામાં અમૃત તળાવ મહોત્સવમાં 75 નવા તળાવો બનાવી જળસંચયનો પાયો મજબૂત બનાવાશે
- આજે વિડીયો કોન્ફરન્સ મારફત કલેકટર આયુષ ઓકએ સિંચાઇ વિભાગ સહિત સંબધિત વિભાગો સાથે બેઠક યોજી
સુરત જિલ્લામાં આ વરસે આઝાદીના 75 વરસ પૂરા થતા હોય તેની અમૃત મહોસ્તવ તરીકે રંગેચંગે ઉજવણી કરાશે. ગઇકાલે પંચાયતી રાજ દિવસના અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લામાં પંચોતેર તળાવો બનાવવા હાંકલ કરી હતી. આ હાંકલને પગલે આજે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકએ મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક અંગે માહિતી આપતા કલકેટર આયુષ ઓકએ કહયુ હતુ કે સાંજે વિડીયો કોન્ફરન્સ મારફત ઇરિગેશન વિભાગ સહિત તમામ વિભાગો સાથે બેઠક યોજાઇ હતી. આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં કલેકટરે આાગામી 15 ઓગષ્ટ-2023 સુધીમાં 75 નવા તળાવો રેડી કરવાની વિગતો આપી હતી. આ માટે સુરત જિલ્લાના અલગ અલગ ગામોમાં સર્વે કરી દરખાસ્ત તૈયાર કરાશે. તેમણે કહયુ હતુ કે આગામી 27 એપ્રિલ સુધીમાં તો આ વરસે ચોમાસા પહેલા 40 તળાવો તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે. જે મુજબ તૈયારીઓ કરી દેવાશે. તેમણે કહયુ હતુ કે જળસંચય સહિત લોકોને પાણીની સમસ્યા નહિં રહે તે વાતને ધ્યાનમાં રાખી અમૃત તળાવ યોજનાને ઓપ અપાઇ રહયો છે.
ભાજપના યુવા મોરચાની ‘અમૃત મહોત્સવ યાત્રા’નુ આજે સુરતમાં સમાપન
સુરત : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંત કોરાટના નેતૃત્વમાં નીકળેલી યાત્રાનું સમાપન 25 એપ્રિલના રોજ સાંજે 5 વાગે સુરત, ગજેરા કમ્પાઉન્ડ, મોટા વરાછા ખાતે થશે. આ પ્રસંગે રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા સહીત ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ, સુરત મહાનગરના ધારાસભ્યો તેમજ વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
૬ એપ્રિલ ભાજપના સસ્થાપના દિન નિમિતે યુવા મોરચાની ૭૫મી અમૃત મહોત્સવ યાત્રા નીકળી હતી. આ યાત્રા દરમિયાન સમગ્ર ગુજરાતભરમાં વિવિધ જિલ્લાઓમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ પ્રશાંત કોરાટે 20 દિવસમાં ગુજરાતના ૩૦૦૦ કિ.મી. બુલેટ પર ફરી વડાપ્રધાન મોદીના વિચારો યુવાનો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે તેમજ દેશને આઝાદી અપાવવા માટે જેમણે બલીદાન આપ્યા છે એવા શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ કોરોનાના કપરા કાળમાં જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમને શ્રધાંજલિ પાઠવી તેમના ઘર પરિવારનો સંપર્ક કરી તેમના ઘરની માટી એકત્ર કરવામાં આવી હતી.