SURAT

સુરત જિલ્લામાં આગામી પાંચ દિવસ રહેશે આવો વરસાદી માહોલ

સુરત: હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને કારણે યુપી, બિહાર સહિતના રાજ્યોમાં ચોમાસુ જામ્યું છે. પરંતુ હવે ત્યાં પણ આ લો પ્રેશર સિસ્ટમ નબળી પડતા વરસાદ ઘટવા પામ્યો છે. જ્યારે અરબ સાગરમા સર્જાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પરંતુ હવે આ સમગ્ર જૂન માસ દરમિયાન ક્યાંય પણ સારો વરસાદ પડે તેવી કોઈ આશા વર્તાઈ રહી નથી. હવે જુલાઈ માસમાં જ સુરત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ ખાબકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે હજી સુધી અરબ સાગર કે બંગાળની ખાડીમાં બીજી કોઈ નવી સિસ્ટમ દેખાય નથી. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લીધો છે હવે જુલાઈ માસમાં જો સારો વરસાદ થાય તો ઉકાઈમાં પાણીની આવક થાય તેવી સંભાવના છે.

સુરત જિલ્લામાં (Surat District) આગામી પાંચ દિવસ દરમિયાન અતિ હળવા વરસાદની આગાહી હવામાન (Weather Forecast) વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત જિલ્લા કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા.23મી જૂનના રોજ ઉમરપાડા તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડી શકે છે. તા.23થી 27 જૂન દરમિયાન કયા તાલુકામાં કેટલો વરસાદ (Rain) પડશે અને હવામાન કેવું રહેશે તેની વિગતવાર આગાહી કરવામાં આવી છે. બારડોલી તાલુકામાં આગામી પાંચ દિવસ દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેવાની સાથે અતિ હળવા વરસાદની સંભાવના છે.

તાલુકામાં મહત્તમ તાપમાન 32.7°થી 33.8° સે. અને લઘુત્તમ તાપમાન 25.2°થી 25.8° સે.ની વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 43 થી 74% રહેશે. તેમજ નૈર્ઋત્ય દિશા તરફથી 18 થી 24 કિમી/કલાકની ઝડપે પવનો ફુંકાવાની શક્યતા રહેલી છે.
ચોર્યાસી તાલુકામાં આગામી 23,24 અને 27 જૂનના રોજ આકાશ મુખ્યત્વે ચોખ્ખું, જ્યારે 25 અને 26ના રોજ મુખ્યત્વે વાદળછાયું રહેશે. આગામી પાંચ દિવસમાં અતિ હળવા વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 33.1થી 33.8° સે. અને લઘુત્તમ તાપમાન 25.2 થી 25.9° સે. વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ 43થી 71 ટકા રહેશે તેમજ નૈર્ઋત્ય દિશા તરફથી 19થી 25 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

કામરેજ તાલુકામાં 23, 24, અને 27મી જૂનના રોજ રોજ આકાશ મુખ્યત્વે ચોખ્ખું જ્યારે 25 અને 26ના રોજ મુખ્યત્વે વાદળછાયું રહેશે. કામરેજમાં પણ અતિ હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 33.0થી 33.9° સે. અને લઘુત્તમ તાપમાન 25.3 થી 25.9° સે. વચ્ચે રહે તેવી સંભાવના છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 43થી 71 ટકા રહેશે તેમજ નૈર્ઋત્ય દિશા તરફથી 19થી 24 કિમી/કલાકની ઝડપે પવનો ફુંકાવાની સંભાવના છે.

મહુવા તાલુકા પણ કામરેજ અને ચોર્યાસીની જેમ 23,24 અને 27ના રોજ આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને 25 તેમજ 26મી જૂનના રોજ આંશિક અંશે વાદળ છવાયેલાં રહેશે. આગામી પાંચ દિવસો પૈકી 23 અને 27ના રોજ અતિ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે અન્ય દીવાઓમાં વરસાદની કોઇ સંભાવના ન હોવાનું જણાવવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 33.9થી 34.4° સે. અને લઘુત્તમ તાપમાન 25.0થી 25.4° રહી શકે છે. હવામાં ભેજનું પ્રમાણ 48 થી 74 ટકા તેમજ નૈર્ઋત્ય દિશા તરફથી 20 થી 27 કિમી/કલાકની ઝડપે પવનો ફુંકાવાની સંભાવના રહેલી છે. માંડવી તાલુકામાં પાંચ દિવસો દરમિયાન આકાશ આંશિક અંશે વાદળછાયું રહેવાની સાથે અતિ હળવા વરસાદની શક્યતા છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 64થી 79 ટકા અને નૈર્ઋત્ય દિશા તરફથી 26થી 38 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

માંગરોળ તાલુકામાં આ દિવસો દરમિયાન આંશિક અંશે વાદળો છવાયેલા રહેવાની સાથે અતિ હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 32.9 થી 33.8° સેઅને લઘુત્તમ તાપમાન 25.9થી 26.4°સે.ની વચ્ચે રહેશે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 59થી 77 ટકા રહેશે તેમજ નૈર્ઋત્ય દિશા તરફથી 22થી 28 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ઓલપાડ તાલુકામાં 23,24 અને 27ના રોજ આકાશ મુખ્યત્વે ચોખ્ખું અને 25 તેમજ 26મી જૂનના રોજ આકાશ આંશિક અંશે વાદળછાયું રહશે. 23 અને 27મી જૂનના રોજ અતિ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે બાકીના દિવસો દરમિયાન વરસાદની સંભાવના નથી. મહત્તમ તાપમાન 33.1થી 33.9° સે. અને લઘુત્તમ તાપમાન 24.1થી 25.5° સે.ની વચ્ચે રહેશે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 55થી 73 ટકા રહેશે અને નૈર્ઋત્ય દિશા તરફથી 22થી 30 કિમી/કલાકની ઝડપે પવનો ફુંકાશે.

પલસાણા તાલુકામાં આગામી 23,24 અને 27ના રોજ આકાશ મુખ્યત્વે ચોખ્ખું અને 25 તેમજ 26ના રોજ આકાશ મુખ્યત્વે વાદળછાયું રહે તેવી સંભાવના છે. આગામી 5 દિવસોમાં અતિ હળવો વરસાદ પડી શકે છે. મહત્તમ તાપમાન 32.9થી 33.7° સે. અને લઘુત્તમ તાપમાન 25.4થી 25.9° સે. રહેશે. હવામાં ભેજનું પ્રમાણ 47થી 73 ટકા અને નૈર્ઋત્ય દિશા તરફથી 18થી 23 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાશે.
ઉમરપાડા તાલુકામાં 23,25 અને 26ના રોજ આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે તેમજ 24 અને 27માં રોજ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. 23મી જૂનના રોજ મધ્યમ વરસાદ અને બાકીના દિવસોમાં અતિ હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે. મહત્તમ તાપમાન 33.3 થી 33.8 °સે. અને લઘુત્તમ તાપમાન 25.1 થી 25.6° સે.ની વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાં સરેરાશ ભેજનું પ્રમાણ 43થી 78 ટકા રહેશે તેમજ નૈર્ઋત્ય દિશા તરફથી 17થી 24 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

Most Popular

To Top