સુરત: (Surat) ડિંડોલી વિસ્તારમાં રહેતા પિતાએ તેની સગીર દિકરી ઉપર દાનત બગાડી હતી. અને છેલ્લા ત્રણ વર્ષથી દિકરીની છેડતી કરતો હતો. આખરે પિતાની ગંદી કરતુતોથી કંટાળીને દિકરીએ (Daughter) તેની માતાને વાત કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ડિંડોલી પોલીસે છેડતીનો ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી છે.
- ડિંડોલીમાં છેલ્લા ત્રણ વર્ષથી પત્નીની ગેરહાજરીમાં પિતા સગી દિકરીની છેડતી કરતો હતો
- દિકરી વિરોધ કરતી ત્યારે પિતા પોતાની નસ કાપી મરી જવાનું કહી દિકરીને ડરાવતો-ધમકાવતો હતો
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં રહી કાપડની દુકાનમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો પિતા જેને પોતાની જ 15 વર્ષની દિકરી પર જ દાનત બગાડી હતી. કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતો પિતા જેને સંતાનોમાં બે દિકરા અને એક 15 વર્ષની દિકરી છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી પિતાની દાનત પોતાની દિકરી પર જ બગડી હતી. અને ત્રણ વર્ષથી શારીરિક હડપલા કરી રહ્યો હતો. જ્યારે પણ તેની પત્ની અને દિકરાઓ બહાર હોય ત્યારે આ લંપટ પિતા અવારનવાર પોતાની જ દિકરીના શરીર સાથે અડપલા કરી વાસનાની ભૂખ સંતોષતો હતો. જ્યારે પણ દિકરી આનો વિરોધ કરતી ત્યારે તે પોતાની નસ કાપી મરી જવાનું કહી દિકરીને ડરાવતો હતો.
એકાદ વર્ષ અગાઉ દિકરીએ હિંમત કરી પોતાની માતાને આ બાબતે ફરિયાદ કરી હતી. પોતાના દિકરી પાસેથી પોતાના જ પતિ વિશેની વાત સાંભળી માતા હેબતાઈ ગઈ હતી. અને તેને આ સમગ્ર બાબતની જાણ પોતાની સાસુ ને કરતાં દિકરીના દાદીએ તેના પુત્રને સમજાવ્યું હતું અને બીજી વાર આવું ક્યારેય નહીં કરે તેની બાંહેધરી અપાવી હતી. જોકે લંપટ પિતાએ ફરી તેની હરકતો શરૂ કરી હતી. જ્યારે પણ ઘરના લોકો બહાર હોય કે સૂઈ ગયા હોય ત્યારે દિકરીને શારીરિક અડપલા કરવાનું શરૂ કરી દેતો હતો. પત્નીએ સમજાવ્યા પછી પણ પતિ નહીં માનતા અંતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે.