SURAT

ડી બિયર્સ કંપનીના આ નિર્ણયથી સુરતના હીરાવાળા થયા ખુશ

સુરત(Surat) : છેલ્લાં એકાદ વર્ષથી મંદીનો (Recession) સામનો કરી રહેલાં સુરતના હીરાવાળા (Diamond) માઈનીંગ કંપની (Mining Company) ડી બિયર્સના (DeBeers) એક નિર્ણયથી ખુશ થઈ ગયા છે. પોલિશ્ડ ડાયમંડમાં (Polished Diamond) ડિમાન્ડ (Demand) નહીં હોવા છતાં મજબૂરીવશ સુરતના હીરાવાળાઓએ રફ ડાયમંડ (Rough Diamond) ડી બિયર્સ અને અન્ય માઈનીંગ કંપનીઓ પાસેથી ખરીદવા પડતા હતા, પરંતુ ગયા મહિને સુરત-મુંબઈની 100 ડાયમંડ કંપનીઓએ ભેગા મળી બે મહિના માટે રફ નહીં ખરીદવાનો નિર્ણય લીધા બાદ ડી બિયર્સ સહિતની માઈનીંગ કંપનીઓએ પોતાની વેપાર નીતિમાં બદલાવ કરવો પડ્યો છે.

  • સુરત અને મુંબઈની કંપનીઓએ રફની ખરીદી નહીં કરવાના નિર્ણયની અસર માઇનિંગ કંપનીઓ પર પડી
  • સુરતનાં હીરા ઉદ્યોગની મંદી: ડિબિયર્સ અને ODC એ રફ ડાયમંડની હરાજી રદ કરી

સુરત અને મુંબઈની ડાયમંડ કંપનીઓએ રફની ખરીદી નહીં કરવાના નિર્ણયની અસર માઇનિંગ કંપનીઓ પર પડી છે. સુરતનાં હીરા ઉદ્યોગની મંદીને લીધે વિશ્વની સૌથી મોટી રફ સપ્લાયર કંપની ડિબિયર્સ અને ODC એ રફ ડાયમંડની હરાજી રદ કરવી પડી છે. વર્તમાન હીરા બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને જુદા જુદા સાઇટ હોલ્ડરો સાથે ચર્ચા કરી બંને કંપનીઓએ આ નિર્ણય લીધો છે.

ODC એ નવેમ્બર 2023ની સ્પોટ હરાજી રદ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. કંપની 22મી ઑક્ટોબરથી 3જી નવેમ્બર અને ત્યારપછીની સ્પોટ હરાજી, 6ઠ્ઠી નવેમ્બર 2023ના રોજ કરવાની હતી. ડી બિયર્સ હજુ પણ ધીમા પડી રહેલા બજારને સ્થિર કરવાના પ્રયાસમાં વર્ષના અંત સુધીમાં તમામ ઓનલાઈન રફ હરાજીઓને સ્થગિત કરી દીધી છે.

આ વર્ષે રફનું વેચાણ સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું. સપ્ટેમ્બરમાં માત્ર 200 મિલિયનની સાઇટ હતી પણ ખરીદદાર મળ્યા ન હતા. કંપનીએ ગુરુવારે અહેવાલ આપ્યો આપ્યો હતો કે 2022નાં સમયગાળાની તુલનામાં 61% રફનું વેચાણ ઘટ્યું છે. ઓગસ્ટમાં 46% વેચાણ ઘટ્યું હતું.

Most Popular

To Top