SURAT

માવો ખાવાનું કહીને ઘરેથી નીકળેલા કતારગામના રત્નકલાકારની લાશ કોઝવેમાંથી મળી

સુરત (Surat) : કતારગામ ખાતે રહેતો રત્નકલાકાર (Diamond Worker) માવો ખાવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ તેનો મૃતદેહ (Dead Body) કોઝવેમાંથી મળી આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ કતારગામ ખાતે ગાયત્રીનગર નજીક ચામુંડા કોમ્પ્લેક્ષમાં રહેતા 48 વર્ષીય રાજુભાઇ વિઠ્ઠલભાઈ પટેલ મુળ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વતની હતા. તેઓ હીરામાં મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાજુભાઇ છેલ્લા ત્રણ માસથી માનસિક રીતે અસ્વસ્થ હતા. ગઈકાલે સવારે ઘરેથી માવો ખાવા જાઉં છું કહી નીકળ્યા હતા. બાદમાં આજે સવારે તેમનો મૃતદેહ વિયર કમ કોઝવેમાં નદીમાંથી મળી આવ્યો હતો. ચોકબજાર પોલીસે મૃતદેહનો ફોટો બતાવતા પરિવારે આગલા દિવસે જ ગુમ થયાની ફરિયાદ કરી હોવાથી મૃતકની ઓળખ થઈ હતી. પોલીસે આપઘાતનું કારણ જાણવા વધારે પુછપરછ હાથ ધરી છે.

પિતાએ પગાર આવે પછી નવા કપડા લાવવાનું કહેતા ધો-9ના વિદ્યાર્થીનો આપઘાત
સુરત: ઇચ્છાપોર ખાતે ઓરો યુનિવર્સિટીના ગાર્ડનમાં રહેતા શ્રમજીવી પરિવારમાં 14 વર્ષના પુત્રને પિતાએ પગાર આવ્યા બાદ નવા કપડા અને વતનમાં લઇ જઈશ કહેતા પુત્રએ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ ઈચ્છાપોરના ભાટપોર ગામમાં આવેલી ઓરો યુનિવર્સિટીના ગાર્ડનમાં કામ કરતાં અને ત્યાં જ રહેતા શાંતિલાલ ડીંડોર મુળ દાહોદના વતની છે. તેઓ પત્ની, 2 પુત્ર તથા 2 પુત્રી સાથે રહે છે. તેમનો 14 વર્ષીય પુત્ર મનિષે આજે સવારે ઘરે લોખંડના સળિયા સાથે વાયર બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

પોલીસે આપઘાત બાબતે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મનીષ તેના વતનમાં રહીને ધોરણ-9 માં અભ્યાસ કરતો હતો. હાલ વેકેશનમાં પરિવાર પાસે સુરત રહેવા આવ્યો હતો. સ્કુલો શરૂ થતા મનિષે પિતાને વતનમાં જવાનું તથા કપડા લઈ આપવાનું કહ્યું હતું. પિતાએ પગાર આવ્યા બાદ ખરીદી કરીને વતનમાં જઈશું તેમ કહેતા મનિષને માઠું લાગી આવતા તેને અંતિમ પગલું ભર્યું હતું. મનિષે તેના હાથની હથેળીમાં પણ લાલ અક્ષરથી કઈ લખ્યું હતું. ઇચ્છાપોર પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top