SURAT

સુરતના સરથાણામાં એક તરફી પ્રેમમાં પાગલ રત્નકલાકાર યુવતીના ઘરમાં ઘુસી ગયો અને..

સુરત: (Surat) શહેરના સરથાણા ખાતે એક તરફી પ્રેમમાં (Love) પાગલ બનેલા રત્નકલાકારને (Diamond Worker) યુવતીએ મચક નહીં આપતા તેના ઘરમાં ઘુસીને હાથ પકડી લગ્ન માટે દબાણ કર્યું હતું. યુવતીની માતા છોડાવવા જતા તેમને પણ ગાળો આપતા યુવતીએ આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી વધારે તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા ખાતે આવેલી એક સોસાયટીમાં રહેતી આરતી (નામ બદલ્યું છે) એ ગઈકાલે સરથાણા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી. કાપોદ્રા ખાતે કલાકુંજ સોસાયટીમાં રહેતો રાહુલ મહેશ પટેલ છેલ્લા ઘણા સમયથી આરતીનો પીછો કરી પરેશાન કરતો અને લગ્ન માટે દબાણ કરતો હતો. પરંતુ યુવતીએ લગ્ન માટે ના પાડવાની સાથે રાહુલને મચક આપતી નહોતી. છતા રાહુલ આરતીનો પીછો કરતો હતો. દરમિયાન ગઈકાલે એક તરફી પ્રેમમાં પાગલ બનેલો રાહુલ આરતીના ઘરે આવી ગયો હતો. ઘરમાં ઘુસીને આરતીનો હાથ પકડી આરતીને તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. આરતીની માતા તેને છોડાવવા વચ્ચે પડતા રાહુલે માતાને ગાળો આપી ધમકાવી હતી. જેથી કંટાળી ગઈકાલે યુવતીએ રાહુલની વિરુધ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

કતારગામની મોબાઈલ શોપમાંથી તસ્કરોનો 1.67 લાખનો હાથ ફેરો

સુરત: શહેરના કતારગામ ખાતે આવેલી મોબાઈલ શોપમાંથી તસ્કરો શુક્રવારે રાત્રે રોકડ 70 હજાર અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ 1.67 લાખનો હાથ ફેરો કરી ગયા હતા. કતારગામ પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે. કતારગામ ખાતે શિવદર્શન સોસાયટીમાં રહેતો 21 વર્ષીય સાગર વીનુભાઈ ચુડાસમા મોબાઈલ રિપેરીંગ અને લે-વેચનું કામ કરે છે. તે કતારગામમાં નારાયણ નગર પાસે મોબાઈલની દુકાન ધરાવે છે. ગત 9 તારીખે રાત્રે દુકાન બંધ કરીને ગયો ત્યારે મોબાઈલ વેચાણના રોકડા 70 હજાર તથા વેચાણ માટેના મોબાઈલ મુકીને ગયો હતો. આજે સવારે દુકાનમાં સફાઈ કામ કરવા માટે આવતા માસીએ દુકાનનું શટર ઉંચુ થયેલું જોયું હતું. જેથી ફોન કરીને જાણ કરતા સાગર અને તેના પાર્ટનરો પણ દુકાને પહોંચી ગયા હતા. દુકાનમાં જઈને જોતા રોકડ 70 હજાર અને અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન મળી કુલ 1.67 લાખની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top