સુરત:(Surat) કતારગામ ખાતે રહેતી મહિલાનો સોદો તેના પતિએ (Husband) જ કરી નાખ્યો હોવાની લાંછનરૂપ ઘટના સામે આવી છે. પતિએ ઉધાર લીધેલા રૂપિયા પરત નહી આપી શકતા મિત્રને (Friend) પોતાની પત્ની ભોગવવા (Abuse) માટે આપી દીધી હતી. પોલીસે આ અંગે પતિ અને તેના મિત્રની સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- રત્નકલાકારે મિત્રને ઉધાર લીધેલા 40 હજાર રૂપિયા પરત ન કરવા પડે તે માટે પત્નીને ભોગવવા આપી દીધી
- છેલ્લા ત્રણ વર્ષથી મિત્ર પતિની સામે ઘરે આવીને પરિણીતા સાથે બળજબરી કરતો હતો
- વિરોધ કરે તો પતિ મારઝૂડ કરતો, કંટાળીને મહિલાએ છુટાછેડા લઈ લીધા હતા
કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે રહેતી પરિણીતાએ તેના પતિ અને તેના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિએ વર્ષ 2017 માં તેના મિત્ર રમેશ પાસેથી 40 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. જો કે, રમેશ દ્વારા અવાર – નવાર રૂપિયાની ઉઘરાણી કરતાં તેના પતિએ તેની પાસે રૂપિયા નથી. અને રૂપિયાના બદલે તેને તેની પત્ની સાથે શરીર સંબંધ બાંધવો હોય કે જે કરવું હોય કરી લે તેવું કહી દીધું હતું. આવું કહીને પતિએ પોતાની પત્નીને રમેશના હવાલે કરી હતી. અને પતિએ રૂપિયાના બદલામાં જ્યારે ઇચ્છા થાય ત્યારે તેની પત્ની ભોગવવાનું કહી દીધું હતું.
અને પછીતો રમેશભાઈએ ઘરે જઈને બદકામ કરવાનું શરૂ કરી દીધું હતું. પતિની હાજરીમાં પણ તે ઘરે આવીને તેની પત્ની સાથે બળજબરી કરતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે પરિણીતા સાથે બદકામ કરવાનો સીલસીલો ચાલતો હતો. પરિણીતા જ્યારે આ અંગે વિરોધ કરતી ત્યારે તેનો પતિ પણ તેની સાથે મારઝુડ કરતો હતો. અંતે કંટાળીને પરિણીતાએ પોતાના પતિ સાથે છુટાછેડા લઈ લીધા હતા. દરમિયાન ગઈકાલે પરિણીતાએ હિમ્મત કરીને તેના પતિ અને તેના મિત્રની સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એસટીએસસી સેલના એસીપી એમ.ડી.ઉપાધ્યાય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.