SURAT

સુરતના અમરોલીમાં રત્નકલાકારનો ત્રણ દિવસ જુનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો

સુરત: (Surat) અમરોલી ખાતે ગોકુલ કોમ્પ્લેક્ષમાં બાથરૂમમાંથી રત્નકલાકારનો (Diamond Worker) ત્રણ દિવસ જુનો ડિકમ્પોઝ મૃતદેહ (Deadbody) મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અમરોલી પોલીસે (Police) બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી છે. રત્નકલાકારના છુટાછેડા થયા બાદ ફ્લેટમાં એકલવાયું જીવન જીવતો હતો.

બનાવ અંગે મળતી માહિતી મુજબ અમરોલી ખાતે ગોકુલ કોમ્પ્લેકસમાં રહેતા 38 વર્ષીય પ્રકાશભાઈ જયંતીભાઈ પટેલ હીરા મજુરીકામ કરી એકલવાયુ જીવન જીવતા હતા. તેમના દોઢ વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. ત્યારબાદથી પ્રકાશભાઈ ફ્લેટમાં એકલવાયું જીવન વિતાવતા હતા. ગઈકાલે તેમના બંધ ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે અંદર જઈ જોતા બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસે બાથરૂમનો દરવાજો ખોલતાં પ્રકાશભાઈનો ડીકમ્પોઝ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં પ્રકાશભાઈ નાહવા માટે બાથરૂમમાં ગયા હોય બાથરૂમનો નળ પણ ચાલુ હાલતમાં મળી હતો. મોતનું સચોટ કારણ જાણવા માટે સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. પીએમમાં મૃતદેહ ત્રણ દિવસ પહેલાનો હોવાનું સામે આવ્યું હતું. એટલે કે ત્રણ દિવસ પહેલા જ તેમનું મોત થયું હતું. નાહવા ગયા એ વખતે લપસી જતા માથામાં ઈજા થવાના કારણે મોત થયું હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

જહાંગીરપુરામાં જમીન દલાલનો બિમારીથી કંટાળી આપઘાત
સુરત: જહાંગીરપુરા ખાતે પટેલનગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય કમલેશ હસમુખભાઇ પટેલ જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓ ઘણા સમયથી લિવરની બિમારીથી પીડાતા હતા. બિમારીથી કંટાળી ગઈકાલે સાંજે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારને તથા તેમના ભાઈ સનમુખ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

અડાજણમાં આધેડ ત્રીજા માળે અગાસી પરથી નીચે પટકાતા મોત
સુરત: બનાવ અંગે મળતી માહિતી મુજબ પાલનપુર પાટિયા ખાતે કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા 52 વર્ષીય કિરીટભાઈ ઠાકોર કોઈક બીમારીથી પીડાતા હતા. જે બીમારીને લઈને તે કામધંધો પણ કરી શકતા નહોતા. શનિવારે સવારના સમયે કિરીટભાઈ ઘરના ત્રીજા માળના ટેરેસ પર તડકો હોવાથી ઉપર ગયા હતા. ત્યારે તેને અચાનક ચક્કર આવતા તે નીચે પટકાયા હતા. માથાના ભાગે ઈજા થતા તેમની દીકરી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

Most Popular

To Top