સુરત: (Surat) સુરત શહેરના જાણીતા હીરા વેપારી અને બિલ્ડર (Diamond Trader And Builder) કનુ શાહએ કલોલના હાજીપુરથી ખેડૂત (Farmer) બન્યા બાદ પોતાના ચોપડે કરોડો રૂપિયાની ખેતીની આવક દશાર્વી સરકાર સાથે પણ છેતરપિંડી (Fraud) કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. કનુ શાહે ખેડૂત બન્યા બાદ સુરત શહેર અને સમસ્ત રાજયભરમાં ઠેકઠેકાણે અરબો રૂપિયાની જમીનોની ઉથલપાથલ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
- બિલ્ડર કનુ શાહે ખેડૂત બનીને આવકમાં છૂટનો લાભ લઈ આઈટી સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા
- કનુ શાહ ખેડૂત જ બોગસ રીતે બન્યા હોવાની ફરિયાદ થઈ છે ત્યારે ખેતીની આવક કઈ રીતે આઈટી રિટર્નમાં દર્શાવી શકે?
સુરત શહેરની જાણીતી હીરા પેઢી સી.મહેન્દ્રના માલિક અને બિલ્ડર કનુ શાહ સામે બોગસ ખેડૂતના આરોપો લાગ્યા બાદ તેમના હરિફોએ ભીંસ વધારી છે. કનુ શાહએ પોતાના સગાકાકાને સંતાનમાં પુત્રી તરીકે વારસદાર હોવા છતાં નિ: સંતાન બતાવ્યા હતા અને સગાકાકાના વારસદારો છુપાવી પોતાના આખેઆખા પરિવારને ખેડૂત બનાવી દીધા હતા. કનુ શાહે ખેડૂત બન્યા બાદ સુરત શહેર અને સમસ્ત રાજયભરમાં ઠેકઠેકાણે અરબો રૂપિયાની જમીનોની ઉથલપાથલ કરી હતી. કનુ શાહે ખેડૂત તરીકે ખેતીની પણ આવક બતાવી સરકારને ચૂનો ચોપડયો હોવાની આશંકા છે.
આ મામલે વધુ તપાસ થાય તો કનુ શાહના ઘણા પરાક્રમો બહાર આવી શકે છે. સુરતમાં કનુ શાહે રૂંઢ, વેસુ અને સરસાણા સહિતના વિસ્તારોમાં જમીનો ખરીદી હતી. ખેતીલાયક જમીન ખરીદી તેને બિનખેતી કરાવી હતી. અને તે વખતે પણ સરકારને અનેક રીતે ખોટા કાગળો રજૂ કરી છેતરપિંડી કરી હોવાની પણ શક્યતા પ્રબળ બની છે. સુરતમાં કનુ શાહે મૂકેલા પ્રોજેકટમાં રહેલી ક્ષતિઓ અને બીયુ પરમિશન વગર ફલેટ વેચી માર્યા હોવાની પણ ગંભીર ફરિયાદો થઈ છે.