SURAT

સુરતમાં હીરાના કારખાનામાંથી 3.24 લાખના હીરાની ચોરી, હીરા ચોરવા અપનાવી આ ટ્રીક

સુરત: (Surat) વરાછામાં એક હીરાના કારખાનાનો (Diamond Factory) મુખ્ય દરવાજો તોડીને તેમાંથી અજાણ્યો રૂા.3.24 લાખની કિંમતના હીરા ચોરી (Theft) ગયો હતો, પોતાનો ચહેરો તેમજ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં (CCTV Camera) કેદ ન થાય તે માટે અજાણ્યાએ કારખાનાની મેઇન સ્વીચ બંધ કરી દઇને ચોરી કરી હતી. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.

  • કારખાનાની મેઇન સ્વીચ બંધ કરીને અજાણ્યો 3.24 લાખના હીરા ચોરી ગયો
  • કેમેરામાં કોઇ ઘટના કેદ ન થાય તે માટે અજાણ્યાએ કેમેરા જ બંધ કરી દીધા બાદ ચોરી કરી

પ્રાપ્ત વિગતો મુજબ મોટા વરાછા સુદામા ચોકની પાછળ લિબર્ટીમાં રહેતા મનહરભાઈ શંભુભાઈ ભંડેરી (ઉ.વ.૪૨) વરાછા ઠાકોરદ્રાર સોસાયટીમાં હરિકુષ્ણ કોર પ્રોસેસના હીરાનું કારખાનું ચલાવે છે, તેમના કારખાનામાં ત્રણ ફોર-પી મશીન લગાડેલા છે. રવિવારે રજાનો દિવસ હોવાથી તેઓ સોમવારે સવારે કારખાનામાં ગયા ત્યારે કારખાનાના મુખ્ય દરવાજાનો નકૂચો તૂટ્યો હોવાનું નજરે પડ્યું હતું. અંદર જઇને તપાસ કરતા ફોર-પી મશીનની ઉપર ડાયની સાથે મુકેલા રૂા. 6.24 લાખની કિંમતના 42.36 કેરેટ હીરાની ચોરી થઇ હતી. બનાવ અંગે મનહરભાઇએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ચોરોએ કારખાનામાં ઘુસ્યા ત્યારે કારખાનાનો મેઇન પ્લગ બંધ કરી દઇને કેમેરા જ બંધ કરી દીધા હતા. ત્યારબાદ તેઓએ ચોરી કરી હતી. જેને લઇને સીસીટીવી ફૂટેજમાં કોઇ ઘટના કેદ થઇ ન હતી. પોલીસે આજુબાજુના કારખાના તેમજ રોડ ઉપર આવેલા કેમેરાના ફૂટેજ મેળવવાની સાથે તપાસ શરૂ કરી છે.

નામે હીરા જાબવર્કનું ખાતુ ધરાવે છે. મનહરભાઈના ખાતામાં ફોર-પી મશીન નંગ-૩ છેï. દરમ્યાન રવિવારે રાત્રેના સુમારે તસ્કરોઍ મનહરભાઈના ખાતામાં ત્રાટક્યા હતા. મુખ્ય દરવાજાનો લોક તોડીને અંદર ઘુસેલા તસ્કરોઍ ફોર-પી મશીન ઉપર મુકેલ પ્લેટોમાં રાખેલ ડાય સાથેના હીરા દાય સાતે લઈ ગયા હતા જે ડાયમાં ૪૨.૩૬ કેરેટ વજનના ૭૫૩ હીરા જેની કિંમત રૂપિયા ૬,૨૪,૦૦૦ થાય છે જે ચોરી કરી નાસી ગયા હતા. તસ્કરોઍ સીસીટીવીનું પીન પ્લગમાંથી કાઢી નાંખી કેમેરા બંધ કરી દીધા હતા. બીજïા દિવસે સવારે મનહરભાઈ ખાતામાં ગયા ત્યારે હીરા ચોરી થયા હોવાનું બહાર આવતા ફરિયાદ નોîધાવી હતી.

Most Popular

To Top