SURAT

સુરત ડાયમંડ એસોસિએશન ઉત્રાણ-મોટા વરાછામાં 425 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરશે આ સુવિધા

સુરત: (Surat) ઉત્રાણ-મોટા વરાછામાં સુરત ડાયમંડ એસોસિએશન (Surat diamond Association) 450 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ બનાવનાર છે તેમાં તમામ વર્ગ-ધર્મ-જાતિના લોકોને રાહત દરે સારવાર આપવામાં આવશે. આ હોસ્પિટલના (Hospital) નામકરણ માટે કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણીએ 25 કરોડ રૂપિયાનું માતબર દાન આપવાની જાહેરાત કરી છે. હોસ્પિટલનું નામ કિરણ-2 હશે.

  • સુરત ડાયમંડ એસોસિએશન ઉત્રાણ-મોટા વરાછામાં 425 કરોડ રૂપિયાના ખર્ચે બનાવશે નવી હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ
  • હોસ્પિટલમાં તમામ વર્ગ અને ધર્મ-જાતિના લોકોને રાહત દરે સારવાર આપવામાં આવશે
  • મહાનગર પાલિકાએ 80 કરોડ રૂપિયાની 13000 વાર જમીન ટ્રસ્ટને આપી છે

સુરત ડાયમંડ એસોસિએશન પહેલાથી નાના વરાછા ચીકુવાડી ખાતે હોસ્પિટલ ધરાવે છે. હવે જગ્યા ઓછી પડે છે. બીજી તરફ ઉત્રાણ-મોટા વરાછા વિસ્તારની વસ્તી વધતી જઈ રહી છે. આ વિસ્તારમાં મધ્યમવર્ગના લોકો રહે છે. આ વિસ્તારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરત ડાયમંડ એસોસિએશન ઉત્રાણ-મોટા વરાછા ખાતે 425 કરોડના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવનાર છે સાથે નર્સિંગ લોકેજ પણ હશે. તેમાં 450 બેડ હશે. આ હોસ્પિટલ માટે સુરત મહાનગર પાલિકાએ 13000 ચોરસ વાર જગ્યા ટ્રસ્ટને આપી છે જેની માર્કેટ કિંમત 80 કરોડ રૂપિયા છે. આ હોસ્પિટલને કિરણ-2 હશે. નામકરણ માટે કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણીએ 25 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં કતારગામના ચાલતી કિરણ હોસ્પિટલનો આ હોસ્પિટલ સાથે કોઈ સંબંધ નથી. ભવિષ્યમાં 100 બેઠકોની મેડિકલ કોલેજ પણ શરૂ કરી શકાય એ રીતે હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરાશે. નાના માણસોની મોટી હોસ્પિટલ એવી આ કિરણ હોસ્પિટલનું ખાતમુહુર્ત આગામી દશેરાના દિવસે કરવામાં આવશે અને ત્યાર પછીના ત્રણ વર્ષમાં નિર્માણ કાર્ય પુર્ણ કરી હોસ્પિટલને લોકસેવા માટે અર્પણ કરવામાં આવશે.

પાંચમાં જન ઔષધી દિવસની ઉજવણી
સુરત: સાતમી માર્ચનાી રોજ દરવરસે ઉજવાતો જન ઔષધી દિવસ આ વખતે ગાંધીનગર ખાતે GMERS મેડીકલ કોલેજ ગાંધીનગર ખાતે ઉજવવામાં આવ્યો. આ અવસરે માં મૂખ્ય મહેમાન તરીકે મૂખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ અતિથી વિષેષ તરીકે મત્સ્ય તેમજ પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રુપાલા હાજર રહ્યા આ સીવાય રાજ્યના આરોગ્ય અધ્યક્ષ મનોજ અગ્રવાલ રાજ્યના આરોગ્ય મંત્રી રુષીકેશ પટેલ તેમજ અન્ય અઘીકારીગણે હાજરી આપી હતી. રાજ્ય આરોગ્ય મંત્રી રુષીકેશભાઈ પટેલે જન ઔષધી વિષે માહીતી આપી કેન્દ્રીયમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ઔષધી આ વર્ષની ઘીમ જન ઔષધી સસ્તી પણ સારી પણ વિશે ઘારદાર પ્રવચન આપ્યું તેમજ મુખ્ય મંત્રીએ જનઔષધીની ઉપયોગીતા સમજાવતા જનઔષધી એ 50% સુધી સસ્તી તેમજે ઉચ્ચગુણવતા યુક્ત હોવાની વાત જણાવી.આ ઉપરાંત જન ઔષધી કેન્દ્ર પરના વેચાણના સંદર્ભમાં એવોર્ડ આપવામાં આવ્યા. જેમા સુરતના ગંગશ્વર મહાદેવ રોજ ખાતેના પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રના માલીક ધર્મેશભાઈ શાહ તથા દિપેનભાઈ પારેખ તેમના સર્વોચ્ચ વેચાણ બદલ જન ઔષધી સર્વ શ્રેષ્ઠ નો એવોર્ડ અનાયત થયો.

Most Popular

To Top